ફિલ્મોમાં જોવા મળતો એનાકોન્ડા સાચે જ જાહેરમાં રોડ પર આવ્યો, લોકો પાડી ઉઠ્યા રાડો

સોશ્યલ મીડિયા પર આમ તો ઘણા વીડિયો વાઈરલ થતા હોય છે. સાપ સાથે જોડાયેલા પણ અનેક વીડિયો ટ્રેન્ડમાં જોવા મળતા હોય છે. પણ ઈન્ટરનેટ પર હાલ એક સાપનો એવો વીડિયો વાઈરલ થયો છે, જેણે બધાની આંખો પહોળી કરી નાખી છે. ફિલ્મોમાં જોવા મળતો એક એનાકોન્ડા જાહેરમાં રસ્તા પર જોવા મળ્યો હતો. એનાકોન્ડાને રોડ પસાર કરતો જોઈને વાહનો પણ થંભી ગયા હતા.

ઈન્સ્ટાગ્રામ પર animalsventure નામના એકાઉન્ટ પર વાઈરલ થયેલા આ વીડિયોને અંદાજે અઢી લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એ લાંબો એનાકોન્ડા સડક પસાર કરી રહ્યો છે. એનાકોન્ડાને જોતા જ લોકોની ચીસો નીકળી ગઈ હતી. લોકોએ પોતાના વાહનો પણ થંભાવી દીધા હતા.

એનાકોન્ડાને રોડ પસાર કરવામાં ઘણો સમય લાગ્યો હતો. જોકે લોકોએ પણ સંયમ રાખી કારને બંધ કરી દીધી હતી. આ વીડિયો કઈ જગ્યા કે કયા દેશનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી.

અમુક લોકોએ પણ નજીક જઈને વીડિયો બનાવ્યો હતો. લોકો પણ કાર રોકાવીને આ નજારો જોવામાં લાગી ગયા હતા. જોકે કોઈએ એનાકોન્ડાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો નહોતો.

આ વીડિયોને જોયા બાદ લોકો મોટા પ્રમાણમાં કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જોઈને સારું લાગ્યું કે લોકો જાનવરોની મદદ કરી રહ્યા છે. બીજા યુઝરે લખ્યું- ખૂબ આભાર કે આ સુંદર સાપને લોકોએ માર્યો નહીં.

સામાન્ય રીતે આવડો મોટો એનાકોન્ડા કે અજગર ફિલ્મોમાં જોવા મળતા હોય છે. આમ રોડ પર જાહેરમાં જોવા મળતાં લોકોમાં ડર સાથે આશ્ચર્ય પણ થયું હતું.

હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર આગની જેમ વાઈરલ થયો છે. અનેક લોકો તેના પર પોઝિટિવ કમેન્ટ પર કરી રહ્યા છે. સાથે જ લોકો રાહદારીઓ વર્તેલા સંયમના પણ ભરપૂર વખાણ કરી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.