Friday, September 29, 2023
Google search engine
HomeNationalત્રણ મહિનાથી 41 વર્ષની મહિલા 18 વર્ષના યુવક સાથે માણતી હતી મોજ,...

ત્રણ મહિનાથી 41 વર્ષની મહિલા 18 વર્ષના યુવક સાથે માણતી હતી મોજ, એક દિવસ…

મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને 45 વર્ષીય પતિની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. પોલીસને ગુમરાહ કરવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પોતાનાથી 18 વર્ષ નાના યુવકની સાથે સંબંધો ધરાવતી હતી. આ સંબંધમાં પતિ અડચણરૂપ હતો.

આ ઘટના દિલ્હીની છે. પલીસે કહ્યું હતું કે 41 વર્ષીય બબીતાના સંબંધો 23 વર્ષીય એક યુવક સાથે હતા. આરોપી યુવક રોહને સાઉથ દિલ્હીના એન્ડ્યૂઝ ગંજ વિસ્તારમાં બબીતાના પતિ ભીમરાજને ગોળી મારી દીધી હતી. પંડિત ભીમરાજ બીએસઇએસનો કોન્ટ્રાક્ટ ડ્રાઇવર હતો.

ઘટના સવારે નવ વાગે બની હતી. પોલીસને ફોન આવ્યો હતો કે એક મોટરસાઇકલ સવારે ડિફેન્સ કોલોનીના એન્ડ્ર્યૂઝ ગંજમાં વીજળી ગ્રિડની પાસે બેસેલી એક વ્યક્તિને ગોળી મારી દીધી છે. પીડિત વ્યક્તિને ગરદન પર ગોળી વાગી હતી. તેને તાત્કાલિક સારવાર માટે એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે કહ્યું હતું કે શરૂઆતમાં આરોપી યુવકે લૂંટનો કેસ હોવાનું કહીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. યુવકે બદલો લેવા માટે ભીમરાજ પર ગોળી ચલાવી હોવાની વાત કહી હતી. જોકે, પોલીસને આ વાત ગળે ઊતરી નહોતી. કડકાઈથી પૂછપરછ કર્યા બાદ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. સાડા ત્રણ મહિનાથી આરોપી યુવકના ભીમરાજની પત્ની સાથે સંબંધો હતા.

પોલીસે માહિતી આપી હતી કે પહેલી જાન્યુઆરીએ ભીમરાજે પત્ની બબીતાને પ્રેમી રોહન સાથે રંગેહાથ પકડી પાડી હતી. ત્યારબાદથી ભીમરાજ પત્નીને અવારનવાર માર મારતો હતો. ગુસ્સે ભરાયેલી બબીતાએ પ્રેમી સાથે પતિનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page