સોનાના ઘરેણાંથી લથબથ દુલ્હન, આંખોને આંજી દેતાં લગ્ન

National

બેંગાલુરુઃ કર્ણાટકમાં એક એવા ભવ્ય અને મોંઘા લગ્ન થયા હતા, જે અંગે આજસુધી તમે માત્ર કલ્પના જ કરી હશે અથવા ફિલ્મોમાં જ જોયા હશે. કર્ણાટકમાં ભાજપના મોટા નેતા શ્રીરામુલુ પોતાની દીકરીના લગ્નમાં 100-200 નહીં પરંતુ 500 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. જે રાજ્યમાં જ નહીં દેશમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

કર્ણાટક સરકારમાં મંત્રી અને ભાજપના સંકટમોચક ગણાતા શ્રીરામુલુ પોતાની દીકરી રક્ષિતાના લગ્નમાં પાણીની જેમ પૈસા વાપર્યા હતા અને તેને દેશના સૌથી મોટા અને મોંઘા લગ્નમાંથી એક ગણવામાં આવી રહ્યાં છે.

રક્ષિતાના લગ્ન 5 માર્ચે યોજાયા હતા. 9 દિવસ સુધી ચાલેલા આ લગ્નના ઉત્સવની શરૂઆત 27 ફેબ્રુઆરીથી થઇ હતી. રક્ષિતાના લગ્નની ભવ્યતાનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે એક બે પંડિત નહીં પરંતુ 500 પંડિતોએ આ લગ્ન કરાવ્યા હતાં. પૂજારીઓ અને પંડિતોના રોકાણ માટે બેંગલુરુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ લગ્નમાં અંદાજે એક લાખ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મોટી હસ્તીઓ લગ્નસમારોહમાં જોડાઈ હતી. આ લગ્નમાં ભાગ લેનારા તમામ અતિથિઓના રહેવા માટે તાજ વેસ્ટ ઇન્ડ હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ શાહી લગ્ન માટે 40 એકર જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 15 એકરમાં કાર પાર્કિંગ, 6 એકરમાં ખાવાની વ્યવસ્થા અને બાકી જગ્યાનો ઉપયોગ લગ્નની વિધિ માટે કરવામાં આવ્યો હતો.

આ લગ્નમાં દુલ્હન રક્ષિતા અને સંબંધીઓને તૈયાર કરવા અને તેના મેકઅપ માટે દીપિકા પાદુકોણના લગ્નમાં જે આર્ટિસ્ટ હતી, તેને જ બોલાવવામાં આવી હતી.

અંદાજે 300 લોકો આ શાહી સમારોહને ભવ્ય અને શાહી બનાવવા માટે દિવસ-રાત કામ કરતા હતા. તો લગ્નની જગ્યાને અંદાજે 200 ફૂલવાળાઓએ સજાવ્યું હતું.

આ લગ્નની કેટલીક ખાસ તસવીરો માણો..

દુલ્હન નિકટના સંબંધીઓ સાથે ખાસ અંદાજમાં જોવા મળી હતી.

આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ ભવ્ય લગ્ન દરમિયાન પરિવારજનો સાથે મળી દિવપ્રાગટ્ય કર્યો હતો.

આ લગ્નમાં યુવતીના માતા-પિતા જમાઈને ચાંદલો કરતાં જોવા મળ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *