આપણા દેશમાં બંધ થશે 2000 રૂપિયાની નોટ? સરકારે શું કરી મોટી સ્પષ્ટતા

Business Featured

નવી દિલ્હી: છેલ્લા ઘણાં સમયથી 2000 રૂપિયાની નોટ આપણાં દેશમાં બંધ કરી દેવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે તે ચર્ચાનો હવે અંત આવી ગયો છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે રૂપિયા 2,000ની નોટો ચલણમાંથી બહાર કરવાના સંબંધિત સમાચારોને ખોટા ગણાવતાં કહ્યું હતું કે, આ બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભવિષ્યમાં 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાની સરકારની કોઈ યોજના નથી.

સમાજવાદી પાર્ટીના સાંસદ વિશ્વિભર પ્રસાદ નિષાદે કહ્યું હતું કે, 2,000 રૂપિયાની નોટ ચલણમાં આવવાથી બ્લેકમનીની સંગ્રહખોરી બહુ જ વધી ગઈ છે. લોકો વચ્ચે ગેરસમજ છે કે, તમે 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર કરી ફરી 1,000 રૂપિયાની નોટો લાવવા જઈ રહ્યા છો.

સંદનમાં જવાબ આપતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, નોટબંધીનો ઉદ્દેશ બ્લેક મનીને ખતમ કરવાનો, નકલી નોટોને ખતમ કરવાનો, આતંકવાદ અને નક્સલવાદને ખમત કરવા માટે અને રોજગારી વધારવા, અસંગઠિત અર્થવ્યવસ્થાને સંગઠિત અર્થવ્યવસ્થામાં બદલવા તથા દેશની અર્થવ્યવસ્થામાં રોકડ ઘટાડવા માટે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટેનો હતો.

સદનને આપેલા આકડાં પ્રમાણે, 4 નવેમ્બર 2016ના રોજ 17,74,187 કરોડ રૂપિયાની નોટ સરક્યુલેશનમાં હતા જે હાલ 2 ડિસેમ્બર 2019ના રોજ વધી 22,35,648 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *