ભાઈજાન સલમાન ખાન દર વર્ષે કેટલાં રૂપિયાનું કરે છે દાન? જાણીને ચોક્કસથી નવાઈ લાગશે તે નક્કી

Bollywood Featured

મુંબઈઃ તમે સલમાન ખાનના ચેરિટી વર્ક વિશે અને તેની સ્વૈચ્છિક સંસ્થા બિઈંગ હ્યુમન વિશે તો સાંભળ્યું હશે પરંતુ તમને ખ્યાલ છે કે તેણે અત્યાર સુધી કેટલા રૂપિયા દાનમાં આપ્યાં. સલમાનનું ચેરિટી વર્ક હંમેશાં બોલિવૂડમાં ચર્ચાનો વિષય રહે છે. તે કેન્સર દર્દીઓને મળવા જાય છે. હજારો બાળકોના ભણવાનો ખર્ચ ઉઠાવે છે. જોકે, ઘણાં લોકો એમ પણ કહે છે કે સલમાન ખાન માત્ર દેખાડા માટે આમ કરે છે. જોકે, આઝાદ ભારતમાં વ્યક્તિ ગમે તે બોલી શકે છે પરંતુ આજે અમે સલમાનના ચેરિટી વર્કની એ વાતો કહીશું, જેની જાણ તમને ભાગ્યે જ હશે.

બિઝનેસ ઈનસાઈડર વેબ પોર્ટલના વર્ષ 2016માં પ્રકાશિત કરેલા, સલમાન ખાન પોતાની આવકમાંથી માત્ર 60 કરોડ રૂપિયા જ પોતાના માટે રાખે છે. બાકીની બધી જ આવક તે દાનમાં આપ દે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર વર્ષ 2014માં પબ્લિશ થયેલા એક અહેવાલ પ્રમાણે, , સલમાન ખાન પોતાની આવકના માત્ર 10 ટકા રકમ પોતાના માટે રાખે છે અને બાકીની ચેરિટી કરે છે. સલમાન ખાન પોતાની આવક બિઈંગ હ્યુમનમાં આપી દે છે. તેને આ આદત પિતા સલીમ ખાન પાસેથી મળેલી છે.

2010માં સલમાન ખાન બોન મૅરો કોન્ફરન્સમાં હાજર રહ્યો અને તેમાં બોન મૅરોની જરૂર હોવાની વાત કહેવામાં આવી હતી. સલમાને પોતાનો બોન મૅરો ડોનેટ કર્યો હતો. 2007માં સલમાન ખાને બિઈંગ હ્યુમનની સ્થાપના કરી હતી. પહેલાં પ્રોજેક્ટમાં 300 જરૂરિયાતમંદ બાળકોને દત્તક લીધા હતાં.

સલમાન ખાનની બિઈંગ હ્યુમન મોંઘી વસ્તુઓ વેચવાને લઈ ટ્રોલ કરવામાં આવે છે. જોકે, 2016માં આ સંસ્થાએ ટીશર્ટ, ટોપી તથા અન્ય વસ્તુઓ વેચીને 300 કરોડની કમાણી કરી હતી, જેને કારણે બાળકોને મદદ મળી હતી. બિઈંગ હ્યુમન પહેલાં 90ના દાયકામાં સલમાન ખાન મનોવિકાસ કેન્દ્ર તથા એનજીઓમાં જરૂરિયાતમંદ બાળકોને મદદ કરતો હતો.

એક વાર સલમાન ખાન પાર્ટીમાંથી બહાર આવતો હતો અને કેટલાંક બાળકોએ બુક્સ ખરીદવા માટે વિનંતી કરી હતી. જોકે, સલમાન ખાન ક્યારેય પોતાની પાસે પૈસા રાખતો નથી. તેની પાસે ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ્સ હોય છે. આ સમયે સલમાને બોડીગાર્ડ્સ પાસેથી પૈસા ઉધાર લઈને તે બાળકો પાસેથી બુક્સ ખરીદી હતી. આટલું જ નહીં બિઈંગ હ્યુમન સંસ્થા આ બાળકોને ભણાવે છે.

સલમાન ખાનની ફિલ્મ ‘કિક’ વખતે સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હતું કે તેની સંસ્થઆ 100 જેન્યુન દર્દીઓને હાર્ટ ઓપરેશન કરાવશે.’બજરંગી ભાઈજાન’ વખતે સલમાને કાશ્મીરમાં શૂટિંગ કર્યું હતું. ત્યાંની સ્થાનિક ઝૈના બેગમના મોટા દીકરાને નોકરી આપી હતી અને પરિવારને ઘર આપ્યું હતું. પુલવામા એટેક વખતે સલમાન ખાને શહીદ પરિવારને 22 લાખ રૂપિયા આપ્યાં હતાં. સલમાન જ્યારે પણ દેશ પર આપત્તિ આવે કે પછી ખેડૂતોને જરૂર હોય ત્યારે પૈસા આપતો જ રહેતો હોય છે.

સલમાન ખાને હોસ્પિટલમાં 200 એમબ્યૂલન્સ આપી છે, જેથી દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે છે. સલમાનની બહેન અલવીરાએ કહ્યું હતું કે સલમાન 48નો થયો ત્યાં સુધી તેણે ક્યારેય ચેક પર સાઈન કરી નહોતી. સલમાને પોતાની વતી ચેક પર સાઈન કરવા માટેની સત્તા એક વ્યક્તિને આપેલી છે. આટલું જ નહીં સલમાનને આજે પણ ખબર નથી હોતી કે તે વર્ષે કેટલી કમાણી કરે છે અને તેના એકાઉન્ટમાં કેટલાં રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *