Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodસલમાને અત્યાર સુધી કેમ કિસિંગ સિન નહોતા કર્યા? બહાર આવ્યું સિક્રેટ

સલમાને અત્યાર સુધી કેમ કિસિંગ સિન નહોતા કર્યા? બહાર આવ્યું સિક્રેટ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ભાગ્યશ્રી કોઈ ઓળખાણની મોહતાજ નથી. તેણે 1989માં રીલિઝ થયેલી સુરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ થી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાન લીડ હિરોના રોલમાં હતો. ભાગ્યશ્રીએ હાલમાં પોતાની કેટલિક તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે, જે ખૂબ વાઈરલ થઈ રહી છે. આ તસવીરોમાં સલમાનની હિરોઈની આઈસક્રીમ ખાતી જોવા મળી છે.

ભાગ્યશ્રીની આ આ તસવીરોને તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. જોકે કેટલાક લોકો એક્ટ્રેસની આ તસવીરો પર નેગેટિવ કમેન્ટ પણ કરી રહ્યા છે. આવા લોકો આઈસક્રીમ ખાતી તેની આ તસવીરોના લીધે તેને ટ્રોલ કરી રહ્યા છે.

ભાગ્યશ્રીનો હીરો એટલે કે સલમાન હાલ ચર્ચામાં છે. તેની મચ અવેટેડ ફિલ્મ ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’નું ટ્રેલર હાલમાં રીલિઝ થયું હતું. આ ટ્રેલર લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ટ્રેલરમાં સલમાન ખાન અને ફિલ્મની એક્ટ્રેસ દિશા પટણી વચ્ચે એક કિસિંગ સિન દેખાડવામાં આવ્યો છે. આમ તો આ શોટને એવી રીતે ફિલ્માવામાં આવ્યો છે કે સલમાન અને દિશા સ્પષ્ટ દેખાતા નથી. આમ છતાં સલમાનને ઓન સ્ક્રીન કિસ કરતો જોઈને ફેન્સને નવાઈ લાગી છે. કેમ કે સલમાન ખાનની પોલિસી છે કે તે પોતાની ફિલ્મોમાં ક્યારેય કિસ નહીં કરે.

પણ શું તમને ખબર છે કે સલમાન ખાનની ‘નો કિસિંગ પોલિસી’ પણ એક્ટ્રેસ ભાગ્યશ્રી સાથે જોડાયેલી છે? હા, તમે સાચુ વાંચ્યું. સલમાન ખાન અને ભાગ્યશ્રી વચ્ચે ‘મૈને પ્યાર કિયા’ના સેટ પર કંઈક એવું બન્યું કે સલમાને પોતાની ફિલ્મોમાં કિસ કરવાથી મનાઈ ફરમાવી દીઘી હતી.

યુટ્યુબ ચેનલ એનએમએફ ન્યૂઝના એક વીડિયો રિપોર્ટ મુજબ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં સલમાન અને ભાગ્યશ્રી વચ્ચે એક કિસિંગ સિન ફિલ્માવાનો હતો. આ દરમિયાન ભાગ્યશ્રી પોતાના તે સમયના બૉયફ્રેન્ડ હિમાલય દસ્તાની (જે હવે હવે તેનો પતિ છે)ને ડેટ કરી રહી હતી. તે તેની સાથે લગ્ન કરવા માગંતી હતી અને તે નહોતી ઈચ્છતી કે આવા સિનના કારણે તેના લગ્નમાં કોઈ અડચણ આવે.

બીજી તરફ સલમાન ખાન આ કિસિંગ સિનને કરવા રેડી હતો. પરંતુ જ્યારે ભાગ્યશ્રીએ ફિલ્મમાં કિસિંગ સિન આપવાનો ઈન્કાર કરી દીધો તો સલમાનને આખો મામલો સમજાય ગયો. સલમાનને લાગ્યું કે ભાગ્યશ્રી પર આવું ન કરવાનું દબાણ છે. ત્યારે સલમાનને લાગ્યું કે એક્ટ્રેસિસને ફિલ્મોમાં આવા સિન કરવામાં મુશ્કેલી આવે છે. ત્યારથી સલમાન પોતાની ફીમેલ કો-સ્ટારને ફિલ્મોમાં અસહજતા ન લાગે એટલા માટે નો ‘કિસિંગ પોલિસી’ અપનાવી લીધી હતી. ત્યાર પછી સલમાને પોતાની ફિલ્મોમાં ક્યારેય કોઈ એક્ટ્રેસની કિસ કરી નથી.

હવે જ્યારે સલમાને પોતાની ‘નો કિસિંગ પોલીસી’ને ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ ફિલ્મ માટે તોડી દીધી તો લોકો ચર્ચા કરવા લાગ્યા છે. જોકે ઘણા લોકોનું કહેવું છે કે આ ફિલ્મમાં જે કિસિંગ સિન દેખાડવામાં આવ્યો છે તે કાં તો કમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી ફિલ્માવામાં આવ્યો છે કાં તો સિનમાં સલમાન છે નહીં. જોકે આ અંગે કોઈ સ્પષ્ટ જાણકારી નથી.

એક્ટ્રેસ ભાગ્યશ્રીની વાત કરીએ તો બોલિવૂડ ઉપરાંત રીઝનલ સિનેમામાં પણ તેણે કામ કર્યુ છે. તે ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ ‘રાધે-શ્યામ’ અને કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળશે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page