Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodબર્થ-ડે બોય સલમાને ફૅન્સ સામે જેવો હાથ ઉંચો કર્યો કે કીલકારીઓથી ગૂંજ્યું...

બર્થ-ડે બોય સલમાને ફૅન્સ સામે જેવો હાથ ઉંચો કર્યો કે કીલકારીઓથી ગૂંજ્યું ઉઠ્યું બાન્દ્રા

મુંબઈ: સલમાન ખાને 27 ડિસેમ્બરે પોતાના 54મો જન્મદિવસ મનાવ્યો હતો. સલમાનના બર્થડે પર તેના લાખો ફેન્સ બાંન્દ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટ બહાર સવારથી જ ઊભા રહી ગયા હતા. જન્મદિવસ પર સલમાન પોતાના ફેન્સનું અભિવાદન કરવા માટે જેવો ઘરની બાલ્કનીમાં પહોંચ્યો તો સામે અધધ ચાહકોનો જમાવડો જોઈને ઈમોશનલ થઈ ગયો હતો.

એટલું જ નહીં ફેન્સનો પોતાના માટે આટલો પ્રેમ જોઈને સલમાનની આંખો ભરાઈ આવી હતી. સલમાન ખાને હાથ હલાવી ફેન્સના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. સલમાનના ઘરની બહાર હાજર ચાહકોની ભીડ અને બાલ્કનીમાં ઊભેલા સલમાનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

બહેન અર્પિતાની અનોખી ગિફ્ટ : સલમાનના બર્થ-ડે પર સૌથી મોટી ગિફ્ટ તેની બહેન અર્પિતાએ આપી હતી. અર્પિતાએ 27 ડિસેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. સલમાનની ભાણીનું નામ આયાત રાખવામાં આવ્યું છે. અર્પિતાના લગ્ન 2014માં આયુષ શર્મા સાથે હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં થયા હતા. અર્પિતાએ 2016માં પુત્ર આહિલને જન્મ આપ્યો હતો.

સલમાનની ‘દબંગ-3’ 100 કરોડને પાર : હાલમાં રીલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ-3’એ અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં સલમાન ઉપરાંત સોનાક્ષી સિન્હા, સાંઈ માંજરેકર અને સુદીપ કિચ્ચાએ કામ કર્યું છે. આ ફિલ્મ સલમાનની 15મી ફિલ્મ છે, જે 100 કરોડને પાર ગઈ હતી.

બર્થ-ડેની આગલી રાત્રે આપી પાર્ટી :  સલમાન ખાને આ વખતે ભાઈ સોહેલ ખાનના ઘરે બર્થડે પાર્ટી આપી હતી. જેમાં શાહરૂખ ખાન, કેટરિના કૈફ, સોનાક્ષી સિન્હા સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા. અર્પિતાની ડિલિવરી હોવાથી આ વખતે સલમાને પનવેલ સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં પાર્ટીના બદલે સોહેલ ખાનના ઘરે પાર્ટી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page