સલમાન ખાન માત્ર 7 અભિનેત્રીઓને કરે છે ફોલો, જાણો કોણ કોણ છે લિસ્ટમાં સામેલ

Bollywood

સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના કરોડો ફોલોઅર્સ છે. માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ સલમાન ખાનના 42 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. જોકે, સલમાનની વાત કરીએ તો તે માત્ર 27 લોકોને જ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ખાસ વાત છે કે, આ 27 લોકોમાંથી 7 એક્ટ્રેસ પણ છે. લોકોને તે જાણવાની ઉત્સુકતા રહે છે કે, તે 7 નસીબદાર હીરોઇન કોણ છે, જેને સલમાન ખાન ફોલો કરે છે.

આ એક્ટ્રેસમાં પહેલાં છે કૅટરીના કૈફ અને બીજી જેક્લિન ફર્નાન્ડિઝ છે. આ ઉપરાંત સલમાન ખાન જેને ફોલો કરે છે તેમાં તેમની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની, ડેઝી શાહ, વલુશચા ડિસૂજા, યૂલિયા વંતૂર અને કૅટરીના કૈફની બહેન ઇસાબેલ કૈફ પણ સામેલ છે.

આ નામ ઉપરાંત સલમાન ખાન પોતાના પરિવારના દરેક મેમ્બર્સને ફોલો કરે છે. જેમાં ભાઈ અરબાઝ ખાન અને સોહેલ ખાન, બહેન અર્પિતા શર્મા, અલવિરા અગ્નિહોત્રી અને બનેવી અતુલ અગ્નિહોત્રી સામેલ છે. સલમાન ખાન પોતાના બોડીગાર્ડ શેરા અને આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલીને પણ ફોલો કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન જલદી જ અંતિમઃ ધી ફાઇનલ ટ્રુથ, પઠાણ અને ટાઇગર 3 સહિતની ફિલ્મોમાં જોવા મળશે. આ ઉપરાંત શાહરૂખ ખાનની ફિલ્મો પઠાનમાં કેમિયો રોલ પણ પ્લે કરતો જોવા મળશે. સલમાન ખાન છેલ્લે ફિલ્મ રાધેઃ યોર મોસ્ટવોન્ટેડ ભાઈમાં જોવા મળ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *