Head Tag: Body Tag:

કારમાંથી નીચે ઉતરીને સલમાને ભરેલો ગ્લાસ ન છોડ્યો, ખિસ્સામાં મૂકી દીધો

સલમાન ખાનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તેના ફેન્સને પણ આંચકો લાગ્યો છે. આ વીડિયોમાં કારમાંથી સલમાન ઉતરીને ભરેલો કાચનો ગ્લાસ પોતાના જીન્સના ખિસ્સામાં મૂકી છે. આ અંગે લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.

બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર મુરાદ ખેતાનીની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા સલમાન ખાન આવ્યો હતો. પાર્ટીમાં સલમાન જીન્સ અને વાદળી રંગની ટીશર્ટ પહેરીને એન્ટ્રી મારે છે. આ વખતે સલમાનનો સ્વેગ જોવા જેવો હતો.

કારમાંથી નીચે જ્યારે સલમાન નીચે ઉતરે છે તો તેના હાથમાં પ્રવાહી ભરેલો એક ગ્લાસ જોવા મળે છે. સલમાન એ ગ્લાસને આમ-તેમ મૂકવાની જગ્યાએ કે કોઈને આપવાની જગ્યાએ સીધો તેના પેન્ટના ખિસ્સામાં મૂકી દે છે.

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સની પણ તેના પર જોરદાર પ્રતિક્રિયા આવી રહી છે. અભિનેતાએ જે રીતે ખિસ્સામાં કોઈ પીણું ભરેલો ગ્લાસ રાખ્યો છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘બંદૂક માટે લાયસન્સ લેવામાં આવ્યું હતું, ભાઈ ગ્લાસ સાથે ચાલી રહ્યા છે’. તો અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાઈ તો ફુલ ટુને હૈ’.

અન્ય એક યુઝરે લખ્યું છે, ‘દારૂ લઈને ઘરેથી આવ્યો છે કે શું’. આ રીતે આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.