Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodઅનંત-રાધિકાની સગાઈમાં આ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે સલમાન ખાને મારી એન્ટ્રી

અનંત-રાધિકાની સગાઈમાં આ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે સલમાન ખાને મારી એન્ટ્રી

બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અને વિરેન મર્ચેન્ટની પુત્રી રાધિકાની ગુરુવારે ભવ્ય સગાઈ થઈ હતી. આ સગાઈમાં ભવ્ય જાહોજલાલી જોવા મળી હતી. તેમનો ડોગ એંગેજમેન્ટ સેરેમનીમાં રિંગ લઈને પહોંચ્યો હતો. જે વીઆઈપી મહેમાનો જોતાં જ રહી ગયા હતાં. એટલું જ નહીં મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયામાં ગોળ-ધાણા અને ચૂંદડી પહેરામણીની વિધિ કરવામાં આવી હતી. આ વિધિ ગુજરાતી હિન્દુ પરિવારોમાં પેઢી દર પેઢી ચાલતી આવે છે. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યોએ એક સરપ્રાઈઝ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું, જેનું નેતૃત્વ નીતા અંબાણીએ કર્યું હતું.

એટલું જ નહીં અનંતના સગાઈમાં કાકા અનિલ અંબાણી અને કાકી ટીના અંબાણી પણ પહોંચ્યાં હતાં. બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જ જોવા મળ્યાં હતાં. આ સાથે સ્પોર્ટ્સ અને બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. એમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય, શ્રેયા ઘોષાલ સહિત ઘણા દિગ્ગજો સામેલ હતાં. મહત્વની વાત એ છે કે, સલમાન ખાન પણ હાજરી આપી હતી. આ સગાઈમાં સલમાન ખાનની બહુ જ ચર્ચા થવા લાગી હતી કારણ કે સલમાન ખાન એક યુવતીને સાથે લઈને આવ્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની એંગેજમેન્ટ સેરેમનીમાં સલમાન ખાન પોતાની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રીની દિકરી અલિઝેહ ખાન અગ્નિહોત્રીની સાથે સગાઈમાં પહોંચ્યો હતો. તે સમયે તે નેવી બ્લૂ સિલ્ક કૂર્તામાં જોવા મળ્યો હતો. તેણે તેના મેચિંગ ટ્રાઉઝરની સાથે પેર કર્યું હતું.

સલમાન ખાનની સાથે તેમની ભત્રીજી અલિઝેહ ખાન અગ્નિહોત્રી પણ અનંત-રાધિકાના એંગેજમેન્ટ ફંક્શનમાં પહોંચી હતી. અલિઝેહ વ્હાઈટ મિરર વર્ક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સલમાનની નાની બહેન અલવીરા ખાન અગ્નિહોત્રી અને તેના પતિ અતુલ અગ્નિહોત્રીની દિકરી અલિઝેહે પોતાના લુકને મેચિંગ હિલ્સ અને સિલ્વર હેન્ડ બેગ સાથે કમ્પલેટ કર્યા હતા.

આ દરમિયાન સલમાન ખાને તેની ભત્રીજી અલિઝેહ સાથે ફોટોગ્રાફર્સે જોરદાર તસવીરો ક્લિક કરી હતી. બંનેને જોઈને લાગતું હતું કે, મામા અને ભત્રીજી એકબીજા સાથે સારું બોન્ડિંગ શેર કરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page