‘દબંગ ખાન’ના ઘરે બેવડી ખુશીનો માહોલ, આજે સોહેલ ખાનના ઘરે સલમાનની બર્થ-ડે પાર્ટી

Bollywood Featured

મુંબઈ: બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો આજે શુક્રવારે 54મો જન્મદિવસ છે. ‘દબંગ ખાન’ માટે આ જન્મદિવસ ખાસ છે અને તે બર્થ-ડે ગિફ્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે. સલમાનને આ બર્થ-ડે ગિફ્ટ તેની બહેન અર્પિતા આજે આપશે. અર્પિતા આજે સીઝેરીયનથી બીજા બાળકને જન્મ આપશે. અર્પિતા ડિલવરી માટે હિન્દુજા હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ છે. સવારે 9થી 1 વાગ્યાની વચ્ચે ડિલિવરી કરવામાં આવશે.

સલમાન ખાનના ઘરે આજે ડબલ સેલિબ્રેશનનો મહોલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દર વખતની જેમ આ વખતે સલમાન તેના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં પાર્ટી નહીં આપે. પણ ભાઈ સોહેલ ખાનના ઘરે પોતાનો જન્મદિવસ મનાવી શકે છે. સોહેલ હાલ મુંબઈના પાલી હિલમાં રહે છે. જ્યાં સલમાને એક પાર્ટી રાખી છે.

સોહેલ ખાનના ઘરે સલમાનની બર્થ-ડે પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર્સ આવશે. જેમાં શાહરૂખ ખાન, કેટરીના કૈફ, સોનાક્ષી સિન્હા, વરુણ ધવન, કબીર ખાન, જેકલીન ફર્નાન્ડિઝ વગેરે સામેલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ આાગમી ઈદ પર રીલિઝ થનારી ફિલ્મ ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું શૂટિંગ કેન્સલ કરાવીને આજે સલમાન મુંબઈમાં રહેશે. કેમ કે બહેન અર્પિતાની ડિલવરી હોવાથી તે સિટી છોડવા નથી માંગતો. સલમાનની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ દબંગ-3એ 100 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. આમ આજનો દિવસ સલમાન માટે ત્રણ ગણી ખુશી લઈ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *