Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratબે બાળકોની ગુજરાતી માતાનું અફલાતૂન ફીગર, ટિપ્સ લેવા માટે લાગે છે લોકોની...

બે બાળકોની ગુજરાતી માતાનું અફલાતૂન ફીગર, ટિપ્સ લેવા માટે લાગે છે લોકોની લાઈન

ગુજરાતીની એક યુવતીએ અભિનેત્રીઓને ટક્કર મારે એવી બોડી બનાવી છે. યુવતીએ 103 કિલોમાંથી વજન ઘટાડીને પોતાનું વજન 50 કિલો કરી નાખ્યું છે. હવે આ યુવતી પાસેથી ડાયેલ પ્લાન લેવા માટે લોકોની લાઈનો લાગે છે. જે લોકો આ યુવતીને મજાક ઉડાવતા હતા એ પણ પણ કહે છે અમારે પણ વજન ઘટાડવું છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસાની સલોની ઠક્કરે જબરદસ્ત રીતે વજન ઘટાડ્યું છે. સલોની ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કેમારા વધતા વજનથી હું હંમેશાં ટેન્શનમાં રહેતી, ધીરે-ધીરે વજન 103 કિલો સુધી પહોંચી ગયું. હવે સ્થિતિ એવી હતી કે હું ના બેસી શકું, ના સૂઈ શકું કે કોઈની મદદ વગર ઊભી પણ નહોતી થઈ શકતી. લોકો મને ‘ગોલગપ્પા જેવી લાગે છે’ કહીને મારી હસી ઉડાવતા હતા, પણ આજે મારી બોડી જોઈ લોકો કહે છે, ‘અમારે પણ સલોની જેવી બોડી જોઈએ’

આ રહ્યો સલોનીનો ડાયેટ પ્લાન:

  • સવારે 6 વાગ્યે ઉઠીને 2 ગ્લા હૂંફાળું પાણી
  • 15 મિનિટ પછી બ્લેક કોફી અને અડધું એપલ
  • સવારે 7થી 9 વર્ક આઉટ
  • વર્કઆઉટ પછી ઓટ્સ, પ્રોટીન શેક અને એક એપલ
  • 12.30 વાગ્યે લંચમાં બોઈલ વેજિટેબલ, મગ, ચણા, કાકડી
  • સાંજે 4 વાગ્યે કોઈ પણ એક ફ્રુટ, નટ્સ અને અડધો કપ ચાપ
  • સાંજે 5થી 7 વર્ક આઉટ
  • 8 વાગ્યે ડિનરમાં મગની દાળ, પનીર, ખીચડી, ઈડલી જેવો હળવો ખોરાક
  • રાત્રે 10 વાગ્યે એક ગ્લાસ દૂધ

સલોનીએ આગળ જણાવ્યું હતું કે મારા લગ્ન 20 વર્ષ પહેલાં થયા હતા અને લગ્ન બાદ બે બાળક પછી તેનું વજન વધવા લાગ્યું, પછી એ ઓબેસિટીની શિકાર થઈ ગઈ હતી. આખરે કંટાળીને તેણે ડાયટ શરૂ કર્યો. ઘણા સમય પછી ડાયટથી શરીરમાં સામાન્ય વજન ઊતર્યું, પરંતુ એનાથી લચક આવી ગઈ અને ઉંમરલાયક હોય એવી સ્કિન દેખાવા લાગી. બાદમાં તેણે જિમ જોઈન કર્યું.

સલોનીએ આગળ કહ્યું કે મેં મહેનતથી ડાયટ શરૂ કર્યો અને જેમ જેમ વજન ઊતરતું ગયું એમ એમ તેને પોતાના શરીરથી જ પ્રેમ થવા લાગ્યો. મારું એક સપનું હતું કે એક હાઉસવાઈફ તરીકે કોઈની પણ બોડી ન હોય એવી મારે બોડી બનાવવી છે, જેથી ડાયટ પ્લાનમાં મેં મારી તમામ મનપસંદ પાણીપૂરી રગડા-પેટીસ અને બહારનું જંકફૂડ પણ બંધ કરી દીધું અને માત્ર ઝીરો કાપ્સ( રોટલી, બ્રેડ, મેંદો, ચવાલ વગેરે ) બંધ કરી પ્રોટીનયુક્ત આહાર જ લેવાનું શરૂ કર્યું હતું.

તેણે આગળ ઉમેર્યું કે મારે સિક્સ પેક બનાવવાની ઈચ્છા હોવાથી મેં મારા ટ્રેનરની સલાહ મુજબ માત્ર ફાઇબર અને પ્રોટીનયુક્ત આહાર સાથે રોજનું ત્રણથી ચાર કલાક વર્કઆઉટ શરૂ કર્યું. આના માટે મને મારા પતિએ ખૂબ જ સાથ-સહકાર આપ્યો છે, જિમમાં પણ તેઓ સવારે મારી સાથે આવતા અને કોઈ તકલીફ પડે તો સાથે વજન પણ ઉપાડવામાં મદદ કરતા. પતિની પ્રેરણા થકી જ હું આટલું વજન ઉતારી શકી છું.

તેણે કહ્યું કે મારું માનવું છે કે દરેક લોકોએ રોજ અડધો કલાક તો કસરત કરવી જ જોઈએ અને જે લોકો એવું માને છે કે શરીર નથી ઊતરતું તેમને પણ કસરતની સાથે સાથે ડાયટ પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે ડાયટથી જ 70% શરીર પર કંટ્રોલ કરી શકાય છે અને જો તમારું શરીર સારું હશે તો જીવવાની પણ મજા આવશે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે ઉમેર્યું હતું કે મારું શરીર અતિશય વધારે હોવાને કારણે મારા ફોટા પણ ખરાબ આવતા હતા, મારું શરીર હેવી હોવાને કારણે મારા પતિ મારા જોડે ઊભા હોય તો મારા છોકરા જેવા લાગતા, એટલે લગભગ હું ફોટા પણ નહોતી પડાવતી.

શરૂઆતમાં સમાજના લોકો મને ટોણા પણ મારતા કે આ છોકરી કેવી છે કે ઘર, છોકરાઓને રખડાવીને જાય, આ કેવી હતી ને કેવી થઈ ગઈ છે, તેમના હસબન્ડ કેટલા સારા લાગે છે અને તે કેટલી જાડી લાગે છે એમ છતાં મેં મારું કામ ચાલુ રાખ્યું અને આ સ્ટેજે પહોંચી છું. આ જોઈને ગુજરાત સરકારના સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલે મારું સન્માન કર્યું અને મને કહ્યું, મારે પણ તમારી પાસેથી ડાયટ પ્લાન લેવો પડશે. કેટલાય લોકો પોતાનું બે કિલો વજન પણ નથી ઘટાડી શકતા અને તમે આના માટે ખૂબ જ મહેનત કરી છે એ ખૂબ જ સારી વાત છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page