Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodસંજુબાબાની એક પછી એક ફિલ્મ ગઈ ફ્લોપ તો જ્યોતિષના પગે પડીને માગી...

સંજુબાબાની એક પછી એક ફિલ્મ ગઈ ફ્લોપ તો જ્યોતિષના પગે પડીને માગી મદદ

બોલિવૂડ એક્ટર સંજય દત્તે એકથી ચઢિયાતી એક ફિલ્મ આપી છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી સંજય દત્તની ફિલ્મ ફ્લોપ જાય છે. તે પોતાના નસીબને સુધારવાનો પ્રયાસ કરે છે. તેણે પોતાના લકી નંબરને અલવિદા કહી દીધું છે. તેણે નંબર પ્લેટ પણ બદલાવી છે.

ફિલ્મ ફ્લોપ તો ગાડીનો નંબર બદલ્યોઃ સંજય દત્તનો ફેવરિટ નંબર 4545 છે. આ નંબરનું ટોટલ 9 થાય છે. સંજય દત્ત પોતાની તમામ ગાડીઓમાં આ જ નંબર રાખતો હતો. જોકે, હવે સંજય દત્તે ગાડીનો નંબર બદલી નાખ્યો છે.

લકી નંબરને ટાટા બાય બાયઃ સંજય દત્તના નિકટના સોર્સે કહ્યું હતું કે સંજય દત્ત જ્યોતિષમાં માને છે અને 4545 નંબર રાખવાનું જ્યોતિષે જ કહ્યું હતું.

હવે સંજય દત્તને જ્યોતિષે 4545 નંબર બદલવાનું કહ્યું હતું. હવે નવો નંબર 2999 છે. આમ કરવાથી પર્સનલી તથા પ્રોફેશનલી મદદ મળશે, તેમ કહ્યું હતું. સંજય દત્તે નવી મર્સિડિઝ કાર બુક કરાવી છે અને કંપનીએ કારનો નંબર 2999 આપવાની રિક્વેસ્ટ કરી છે.

સંજય દત્ત છેલ્લે ‘શમશેરામાં જોવા મળ્યો હતો. રણબીર કપૂરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page