મુંબઈઃ સંજય દત્ત (60 વર્ષ) તથા માન્યતા દત્તને (40 વર્ષ) બોલિવૂડના પાવર કપલ કહેવામાં આવે છે. બંને અવાર-નવાર કોઈને કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળે છે. માન્યતા ઘણીવાર બાળકોને લઈ પતિના ફિલ્મના સેટ પર પણ જાય છે. હાલમાં જ બોલિવૂડનું આ સ્ટાર કપલ ફરીવાર સાથે જોવા મળ્યું હતું. સંજય પોતાની ભાણીના લગ્નમાં આવ્યો હતો. સંજય દત્ત પત્ની તથા બાળકો સાથે જોવા મળ્યો હતો.
સંજુબાબાની બહેન નમ્રતા દત્ત તથા કુમાર ગૌરવની નાનીદીકરી સીયાએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આદિત્ય સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. સંજય દત્ત તથા માન્યતા પૂરા પરિવાર સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. તસવીરોમાં કુમાર ગૌરવને ઓળખવો મુશ્કેલ બન્યો હતો.
સીયાના લગ્નની તસવીરો બોલિવૂડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. સીયાએ લગ્નમાં પિંક આઉટફિટ પહેર્યો હતો, આદિત્યે પણ પત્ની સાથે મેચિંગ કર્યું હતું. સંજય દત્તે ‘પાનીપત’માં અહમદ શાહ અબ્દાલીનો રોલ પ્લે કર્યો હતો. જોકે, આ ફિલ્મ સુપરફ્લોપ રહી છે.
હવે, સંજુબાબા ‘સડક 2’, ‘કેજીએફ 2’, ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ તથા ‘શમશેરા’માં જોવા મળશે. માન્યતા દત્ત સંજય દત્તની કંપનીમાં સીઈઓ છે. તે પોતાના પિતાનો બિઝનેસ પણ સંભાળે છે.
Amitabh Bachchan is very popular in world super Acton hero and now Aishwarya Rai is really very good performance indins actories we are giving congratulation of most popular in world very good and great performance