Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodસારા અલી ખાને ચાલતા ચાલતા સિક્યોરિટી ગાર્ડના પેન્ટ પર હાથ ફેરવ્યો!

સારા અલી ખાને ચાલતા ચાલતા સિક્યોરિટી ગાર્ડના પેન્ટ પર હાથ ફેરવ્યો!

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પર સિક્યોરિટી ગાર્ડને ખોટી રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. સારા ખાસ મિત્ર શરમિન સહગલ સાથે મુંબઈની હાઇ ક્લાસ રેસ્ટોરાંમાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સારા રેસ્ટોરાંમાં ગઈ ત્યારે ફોટોગ્રાફર્સે ફોટો ને વીડિયો ક્લિક કર્યા હતા.

આ દરમિયાન રેસ્ટોરાંમાં જતાં સમયે સારાનો હાથ ગેટ પર ઊભેલા સિક્યોરિટી ગાર્ડને ટચ કરી લીધો હતો. વીડિયો વાઇરલ થતાં યુઝર્સ ગુસ્સે ભરાયા હતા.વીડિયો વાઇરલ થતાં એક સો.મીડિયા યુઝરે કહ્યું હતું કે લોકો પૂછે છે કે બોયકોટ બોલિવૂડ મૂવમેન્ટ કેમ ચલાવવામાં આવે છે. આ એમાંનું જ એક કારણ છે. ડ્રગીવુડ ફ્યૂચર જનરેશનને બરબાદ કરે છે.

લોકો સારા અલી ખાન જેવાને ફોલો કરે છે. આ હંમેશાં નશામાં ચૂર હોય છે. આ પુરાવો છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો. અન્ય એક યુઝરે કહ્યું હતું કે આ એટલી નશામાં છે કે એને ખ્યાલ પણ નથી કે એણે સિક્યોરિટી ગાર્ડને હાથ લગાવ્યો છે.

વીડિયો સામે આવતા અનેક લોકોએ ચર્ચા કરી હતી. લોકોનું કહેવું હતું કે યુવતીઓ આ રીતે કોઈને પણ ટચ કરે તો કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ આ જ હરકત પુરુષે કરી હોય તો તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page