યુવકમાંથી યુવતી બની ટ્રાન્સજેન્ડરની કરી હત્યા, ઘટનાનો આ રીતે થયો પર્દાફાશ

National

દિલ્હીમાં યુવકમાંથી યુવતી બનેલી એક ટ્રાન્સજેન્ડરની હત્યા થયાની ઘટના સામે આવી છે. એક મહિલા ટ્રાન્સજેન્ડર પોતાના ફ્રેન્ડને મળવા માટે આવી હતી. પણ તે પાછી ઘરે પહોંચી નહીં. આ પછી પરિજનોએ પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકની લાશ પણ કબજે કરી છે.

આ ઘટના દિલ્હીના સરિતા વિહાર વિસ્તારની છે. અહીં આલી વિહાર વિસ્તારમાં યુવકમાંથી યુવતી બનેલાં એક ટ્રાન્સજેન્ડર પોતાના ફ્રેન્ડને મળવા માટે આવી હતી. મોડી સાંજ સુધી તે પાછી ઘરે આવી નહોતી. આ પછી તેના પરિજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પણ તેની કોઈ માહિતી મળી નહોતી.

જ્યારે ઘરવાળાને તેની કોઈ માહિતી ના મળી તો તે સીધા દિલ્હીથી સરિતા વિહાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તે ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. આ પછી પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન દિલ્હીથી હરિણાયાના ફરીદાબાદમાં પોલીસને એક મહિલાનો શબ મળ્યો હતો.

ઓળખ કરતા જાણ થઈ કે, તે શબ સરિતા વિહારથી ગુમ થયેલી મહિલા ટ્રાન્સજેન્ડરનો હતો. આ પછી પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને તેમાં સફળતા મળી હતી. આ મામલે પોલીસે એક આરોપીને ઝડપ્યો છે. હવે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *