ભારતમાં આવુ થાય તો?? આ દેશમાં 13ની ઉંમરે ધરપકડ, હવે ફાંસીની સજા થઈ

રિયાધઃ સાઉદી અરબમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરનાર મુર્તજા કુરેરિસ માત્ર 13 વર્ષનો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. 2011માં માત્ર 10 વર્ષની ઉંમરમાં તેણે 30 બાળકોની સાથે સરકાર વિરૂદ્ધ સાયકલ રેલી નીકાળી હતી. સાયકલ પર બેસીને મુર્તજાએ નારા લગાવ્યા હતાં કે લોકો માનવ અધિકારોની માગણી કરી રહ્યાં છે.

ત્રણ વર્ષ બાદ ધરપકડઃ
આ ઘટનાના ત્રણ વર્ષ બાદ મુર્તજાની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે મુર્તજા પરિવાર સાથે બેહરિન જતો હતો. જ્યાં સાઉદીની સીમા પર તેની અટકાયત કરવામાં આવી હતી. તે સમયે મુર્તજાને વકીલો તથા કાર્યકર્તાઓએ સાઉદીની જેલમાં સૌથી યુવા રાજકીય કેદી ગણાવ્યો હતો.

હવે, 18 વર્ષનોઃ
મુર્તજા હવે 18 વર્ષનો થઈ ગયો છે અને તેને ફાંસીની સજા આપવામાં આવી છે. અધિકાર સમૂહ રિપ્રાઈવના મતે, એપ્રિલ મહિનામાં સઉદી અરબે જાહેરાત કરી હતી તેણે 37 પુરુષોને મારી નાખ્યા છે. જે મોટાભાગે શિયા સમુદાયના હતાં. વિશ્વમાં સાઉદીમાં સૌથી વધુ ફાંસી આપવામાં આવે છે. સગીર બાળકો પણ જો ગુનો કરે તો પણ સાઉદીમાં ફાંસીની સજા ફટકારવામાં આવે છે.

મુર્તજા પર કયા આરોપો છે?
મુર્તજા પર આરોપ છે કે તેણે પોતાના કાર્યકર્તા ભાઈ અલી કુરેસિસને તે સમયે સાથ આપ્યો જ્યારે તેણે બાઈક પર સવાર થઈને સ્વામિયા શહેર સ્થિત પોલીસ સ્ટેશન પર કોકટેલ ફેંક્યું હતું. મુર્તજા પર વિરોધ પ્રદર્શનમાં હિંસા ફેલાવવાનો આરોપ છે. 2011માં ભાઈની અંતિમ યાત્રામાં સામેલ થવાનો આરોપ છે. જોકે, મુર્તજાએ તમામ આરોપોનું ખંડન કર્યું છે. મુર્તજા તે સમયે માત્ર 11 વર્ષનો હતો અને તેના ભાઈનું નિધન થયું હતું. તેના ભાઈની અંતિમ યાત્રામાં સામેલ લોકોએ સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતાં.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.