Friday, July 19, 2024
Google search engine
HomeGujaratસૌરાષ્ટ્રના ગામમાં બાળકે અજગરના મોઢા પર મુક્કા મારીને પોતાનો પગ છાડોવ્યો

સૌરાષ્ટ્રના ગામમાં બાળકે અજગરના મોઢા પર મુક્કા મારીને પોતાનો પગ છાડોવ્યો

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમના પોતાના ખેતરમાં જિલ્લા પંચાયતના સભ્યનો દસ વર્ષીય પુત્ર ખેતરમાં રમતો હતો. ત્યારે એક અજગરે તેનો પગ પકડી શિકાર કરવા પ્રયાસ કર્યો, પરંતુ બાળકે હિંમતભેર અજગરના મોઢા પર મુક્કો અને પથ્થર મારી પોતાનો પગ અજગરના મોઢામાંથી છોડાવી લેતા બચી ગયો હતો. બાદમાં બાળકને ઇજા થઇ હોવાથી તાત્કાલીક સારવારમાં લઈ જવાયો હતો. આ ઘટનાની સભ્યએ વનવિભાગને જાણ કરતા સ્થળ પર દોડી આવેલા વનકર્મીઓએ અંગે અજગરનું રેસ્ક્યુ કરી કેદ કરી લીધો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, માળિયા હાટીના તાલુકાના જલંધર ગામની સીમમાં રહેતા જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન વરજાંગભાઇ કરમટાનો દસ વર્ષીય પુત્ર આશિષ પોતાના ખેતરમાં આવેલા ઘર પાસે ખેતરમાં રમી રહ્યો હતો. એ સમયે અચાનક જ શિકારની શોધમાં 14 ફૂટનો અજગર ચડી આવી આશિષના પગમાં ચોટી જકડી લઈ શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

એ સમયે જ આશીષે હિંમત દાખવી અજગરના મોઢા પર પ્રથમ મુક્કો મારી બાદમાં બાજુમાં રહેલા પથ્થર મારી પ્રતિકાર કર્યો હતો. જેથી અજગરે પગને મુખમાંથી છોડી દીધો હતો. આમ દસ વર્ષીય આશિષએ દાખવેલી સતર્કતાના લીધે પોતાનો જીવ બચાવી લીધો હતો. બાદમાં આશિષએ પિતા સહિત પરીવારજનોને સમગ્ર હકકિત જણાવી હતી. જે વિગત અંગે તેના પિતાએ તુરંત જ વન વિભાગને જાણ કરી હતી.

બાદમાં સ્થળ પર પહોંચેલા વન વિભાગના સ્ટાફે મહાકાય અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. જ્યારે આશિષને પગમાં ઇજા થતા સારવાર માટે નજીકના મેંદરડા ખાતે લઈ જવાયો હતો. જ્યાં તબીબના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત બાળકને પગના ભાગે અજગરે 20 દાત બેસાડી દીધા હતા. ગીરની બોર્ડર પરના બાળકોની હિંમત પણ કાબિલેદાદ હોય છે. બાળકના પિતા માલધારી હોવાથી અવાર નવાર પોતાના પિતા સાથે રહી જંગલના પ્રાણીઓ વિશે વાતો સાંભળી હોવાથી કયા પ્રાણી સાથે કેવું વર્તન કરવું અને હુમલો કરે તો તેનો બચાવ કેવી રીતે કરવો તે વાત અગાઉ આશિષએ સાંભળી હતી.

જેથી અજગરના હુમલા બાદ તુરંત જ તે વાત આશિષને મગજમાં આવી ગઈ મગર કે અજગર હુમલો કરે અથવા શિકારનો પ્રયાસ કરે તો તુરંત જ તેને માથાના ભાગે મારવું જેથી તે શિકારને છોડી દે છે તે જ વાત મુજબ આશિષે અજગરને પ્રથમ મુક્કો અને બાદમાં નજીકમાં રહેલો પથ્થર લઈને માથાના ભાગે માર્યો હતો જેથી તુરંત જ અજગરે તેનો પગ છોડી દીધો. પણ જો આ બાળકે હિંમતભેર અજગરનો સામનો ન કર્યો હોત તો કદાચ બાળકનો જીવ જોખમમાં મુકાયો હોત.

RELATED ARTICLES

5 COMMENTS

 1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities ? into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

 2. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown ? into this thrilling experience of imagination and let your mind roam! ? Don’t just read, savor the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the dimensions of awe! ?

 3. эффективно,
  Современное оборудование и материалы, для поддержания здоровья рта,
  Специализированная помощь по доступным ценам, для вашей улыбки,
  Комфортные условия и дружественный персонал, для вашего комфорта и уверенности,
  Комплексное восстановление утраченных зубов, для вашего здоровья и красоты улыбки,
  Профессиональная гигиена полости рта, для вашего здоровья и уверенности в себе,
  Индивидуальный план лечения для каждого пациента, для вашего комфорта и удовлетворения
  послуги стоматології [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments