Friday, April 19, 2024
Google search engine
HomeNationalવિદ્યાર્થિનીને રસ્તા વચ્ચે રોકી લગ્ન માટે પ્રપોઝ કર્યું, ના પાડી તો...

વિદ્યાર્થિનીને રસ્તા વચ્ચે રોકી લગ્ન માટે પ્રપોઝ કર્યું, ના પાડી તો…

મધ્યપ્રદેશના હરદા જિલ્લાની એક શાળાની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના ઘટી છે. આરોપી યુવાને છોકરીની છેડતી તો કરી જ છે, સાથે-સાથે રસ્તા વચ્ચે જોર-જોરથી લાફા પણ માર્યા. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પીડિય વિદ્યાર્થીનીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લીધી અને બે યુવાનોની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી દીધા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, રસ્તાના કિનારે ઊભેલ યુવાન છોકરીની રાહ જોઈ રહ્યો છે. છાત્રા દેખાતાં જ તેને રોકી તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થીની તેની સાથે વાત કરવાની ના પાડી દે છે અને ત્યાંથી જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આરોપી યુવાન તેને ફરીથી રોકી લે છે અને છોકરી વારંવાર ઘરે જવાની વાત કહે છે. વિદ્યાર્થીની માનતી જ નથી ત્યારે તે તેને જોર-જોરથી લાફા મારીને ત્યાંથી ભાગી જાય છે. આ ઘટનાનો વીડિયો આરોપી યુવાનના મિત્રએ બનાવ્યો હતો, જે દૂર મોટરસાઈકલ પર બેઠો હતો.

આ ઘટના હંડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે, જે દસમા ધોરણમાં ભણે છે. પીડિતાનું કહેવું છે કે, પોલીસ સાત દિવસ સુધી આરોપીની ધરપકડ કરી શકી નહોંતી. વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું કે, 19 સપ્ટેબરની સાંજે લગભગ 5 વાગે તે પોતાની સહેલીઓ સાથે શાળા છૂટતાં ઘરે જઈ રહી હતી, આ જ સમયે રસ્તામાં વેરહાઉસની સામે આરોપી આનંદ તેના મિત્રો સાથે ઊભો હતો. આ દરમિયાન આરોપીએ તેની સહેલીઓને જવા દીધી અને પીડિતાનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો, “હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું, મારી ગાડી પર બેસીને મારી સાથે ચાલ.”

વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું કે તેણે બે હાથ જોડ્યા અને ઘરે જવા દેવા માટે વિનંતિ કરી પરંતુ તેણે ના પાડી દીધી. તેનાથી તેને બહુ ગુસ્સો આવી ગયો. પહેલાં તો પીડિતા સાથે છેડછાડ કરતાં યુવકે ફરીથી તેની માંગણી કરી અને પછી જોરથી ગાલ પર થપ્પડ મારી દીધા.

આ બાબતે પોલીસ સ્ટેશન પ્રભારી સીએસ સરિયામે જણાવ્યું કે, પીડિત વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે રસ્તો રોકી છોડતી કરનાર આરોપી આનંદ ઠાકરે અને તેના હંડિયા નિવાસી બે મિત્રો વિરૂદ્ધ ઘણી ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય હરદા પોલીસ અધીક્ષક મનીષ કુમાર અગ્રવાલે જણાવ્યું કે, તે પીડિયાના ઘરે કલેક્ટર ઋષિ ગર્ગ સાથે ગયા હતા. પરિવારને સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. આ બાબતે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page