Friday, April 19, 2024
Google search engine
HomeNationalઆ ઠગ જીવતો હતો રાજા જેવું જીવન, રોલ્સરોયથી લઈને ફેરારી, બંગલાનો વૈભવ...

આ ઠગ જીવતો હતો રાજા જેવું જીવન, રોલ્સરોયથી લઈને ફેરારી, બંગલાનો વૈભવ જોઈને આંખો પહોળી થઈ જશે

200 કરોડ રૂપિયાની છેતરપિંડીને અંજામ આપનારો સુકેશ ચંદ્રશેખરની અનેક જગ્યાઓએ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ દરોડા પાડ્યા હતા. દરોડા મારિયા પોલના ચેન્નઇમાં સમુદ્રની એકદમ સામે આલિશાન બંગલામાં પાડવામાં આવ્યા હતા. અહીંથી 16 હાઇએન્ડ લક્ઝૂરિયસ કાર, 82.50 લાખ રૂપિયા કેશ તથા 2 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા.

કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ દિલ્હી પોલીસે દાખલ કરેલ કેસમાં ઇસીઆઇઆર દાખલ કરી હતી. અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારો બેંગલુરુનો સુકેશ ચંદ્રશેખર હાલ જેલમાં કેદ છે. જોકે તેણે જેલમા બેસીને અનેક બિઝનેસ પાસે તેની વિરુદ્ધ ચાલતા કોર્ટ કેસમાં રાહત અપાવવા માટે તમામ પાસેથી 200 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. સુકેશ તમામને ફોન કરીને પોતાને એક મોટો સરકારી અધિકારી હોવાનું કહેતો હતો.

તપાસ દરમિયાન જેલમાં બંધ સુકેશ પાસેથી 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ બંને ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની આર્થિક ક્રિમિનલ બ્રાંચને આ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

આ કેસમાં દિલ્હી પોલીસે અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ચાર જેલ અધિકારી તથા અન્ય આરબીએલ બેંકના અધિકારી સામેલ છે. ઇડીએ આરબીએલ બેંકના વાઇસ પ્રેસિડન્ટ કોમલ પોદારના ઘર પર પણ દરોડા પાડ્યા હતા.

અહીંથી 82 લાખ રૂપિયા કેશ તથા 2 કિલો સોનું મળી આવ્યું હતું. આ કેસ સામે આવતા દિલ્હી પોલીસે કોમલ પોદારની પણ ધરપકડ કરી છે.

સુકેશ તથા તેની કથિત ગર્લફ્રેન્ડ લીનાના સમુદ્ર કિનારે આલીશાન બંગલામાં બીએમડબલ્યૂ, મર્સિડીઝ, બેંટલે તથા રેંજ રોવર જેવી કરોડો રૂપિયાની પાર્ક હતી. આ ઉપરાંત રોલ્સ રોયસ, બેંટલે બેંટેગા, ફરારી, લમ્બોર્ગિની, અસકેલાદે પણ હતી.

બંગલમાં કરોડો રૂપિયાનું ઇન્ટિરિયલ, માર્બલ, હોમ થિયેટર સહિત તમામ સુખ સુવિધા હતા. બંગલાની તિજોરીઓમાં કરોડો રૂપિયાના જૂતા, ચશ્મા, બેગ તથા કપડાં મળ્યા હતા.

જૂતા તથા બેગ મોંઘી બ્રાન્ડ જેવી કે ચેનલ, ફરાગમો, ડિઓર, લુઇસ વુઇટો તથા હરમેસના હતા. બંગલાના ફ્લોર પર વર્સાચે જેવી મોંઘી બ્રાન્ડના કાર્પેટ તથા ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કોણ છે સુકેશ ચંદ્રશેખર
બેંગલુરુનો રહેવાશી સુકેશે બિશપ કૉટન સ્કૂલમાંથી સ્ટડી કર્યું છે. સુકેશના પિતા તેને સ્કૂટર પર સ્કૂલ છોડવા જતા હતા. જ્યારે તેના મિત્રો મોંઘી કારથી સ્કૂલ આવતા હતા. સુકેશના પિતા રબ્બર કૉન્ટ્રાક્ટર હતા. 10 ધોરણ પછી સૂકેશે સ્કૂલ છોડી દીધી હતી. 17 વર્ષની ઉંમરમાં તેણે ક્રાઈમની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

સુકેશની સૌથી પહેલા વર્ષ 2007માં પોલીસે ધરપકડ કરી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ સુકેશ પોતાને ભૂતપૂર્વ સીએમ એચ ડી કુમારસ્વામીના દીકરાનો દોસ્ત ગણાવતા હતો. એટલું જ નહીં તેના જ પરિવાર સાથે 1.14 કરોડની ઠગાઈ કરી હતી. આ પૈસાથી તેણે પાર્ટી કરતી હતી. મોંઘી કાર, જ્વેલરી, ઘડિયાળ, મોબાઈલ ફોન ખરીદ્યા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this cosmic journey of knowledge and let your imagination soar! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page