Friday, April 12, 2024
Google search engine
HomeRecipeઘરે બનાવો ટેસ્ટી સેવઈ ખીર, જોઈને જ થઈ જશે ખાવાનું મન

ઘરે બનાવો ટેસ્ટી સેવઈ ખીર, જોઈને જ થઈ જશે ખાવાનું મન

તમે ઘરે હોય ને કંઈક સ્વિટ ખાવાનું મન થાય તો? તો હાજર છે સેવઈ ખીરની વાનગી. સેવઈ ખીર ફટાફટ બની જાય છે. આ ખીર બનાવવાની રીત પણ સાવ સરળે છે. સેરળ ખીર ટેસ્ટમાં પણ સારી લાગે છે. તો નોંધી લો સેવઈ ખીરની રેસિપી અને ઘરે કરો ટ્રાય.

સેવઈ ખીરની સામગ્રી

એક બાઉલ સેવઈ
એક ચમચી દેશી ઘી
કાજુના નાના-નાના ટુકડા-10
બદામની કતરણ-10
કેસરની કળી-15 (એક ચમચી દૂધમાં પલાળી દેવી)
એક બાઉલ ખાંડ (ખાંડને ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકાય)
500 મીલી દૂધ

કેવી રીતે બનાવશો?

સૌપ્રથમ દૂધને 5 મિનિટ માટે ગરમ કરી થોડું જાડું કરી દો. ત્યારબાદ દૂધમાં કેસરવાળું દૂધ એડ કરી 5 મિનિટ વધુ ઉકાળો. ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ ગરમ કરવા મૂકો. કઢાઇમાં એક ચમચી દેશી ઘી નાખી અંદર સેવઈ નાખી ગોલ્ડન બ્રાઉન શેકી લો. બે-ત્રણ મિનિટ તેજ આંચ પર શેકી લેવી. ત્યારબાદ સેવઈને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ ઉકાળેલ દૂધને વધુ 5 મિનિટ ઉકાળો અને અંદર શેકેલી સેવ નાખો. ત્યાર બાદ અંદર થોડાં કાજુ-બદામ નાખો અને ખાંડ ઉમેરી મિડિયમ આંચે હલાવતા રહો. આ જ રીતે ખાંડને મેલ્ટ કરી દો. 5 મિનિટમાં ખાંડ ઓગળી જશે અને સેવઈ પણ ચઢીને ફૂલી જશે. ત્યારબાદ ખીરને સર્વિંગ બાઉલમાં કાઢો. ત્યારબાદ કાજુ અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your imagination roam! ✨ Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page