Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalશેન વોર્નના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું મોતનું કારણ, શંકાના ઘેરામાં છે આ...

શેન વોર્નના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું મોતનું કારણ, શંકાના ઘેરામાં છે આ મહિલા

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નની મોતનું કારણ ખબર પડી ગઈ છે. સોમવારે સામે આવેલ ઓટોપ્સી રિપોર્ટમાં તેની મોતના કારણનો ખુલાસો થયો હતો. થાઈલેન્ડના અધિકારીઓ દ્વારા પૃષ્ટિ કરવામાં આવેલ ઓટોપ્સી રિપોર્ટથી ખબર પડી કે, તેનું મોત પ્રાકૃતિક કારણોથી થયું હતું. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા શેન વોર્નનું થાઈલેન્ડના એક વિલામાં નિધન થયું હતું.

ન્યુઝ ચેનલ એશિયાના પ્રમાણે, રાષ્ટ્રીય પોલીસના પ્રવક્તા કિસ્સાના ફાથાનાચારોએને કહ્યુ કે, આજે તપાસ કર્મીઓને મૃતની ઓટોપ્સી રિપોર્ટ મળ્યો હતો જેમાં મોતનું કારણ જાણવા મળ્યું છે.

થાઈલેન્ડ પોલીસ હાલ શેન વોર્ન સાથે જોડાયેલ સંભાવિત સુરક્ષા ઉલ્લંધનની તપાસ પણ કરી રહી છે. એબીસીના જણાવ્યા પ્રમાણે, એક જર્મન મહિલા વોર્નના શરીરની સાથે એમ્બ્યુલન્સમાં આવી હતી અને વ્હિકલમાં અડધી મીનિટથી પણ વધારે સમય વિતાવ્યો હતો. એમ્બ્યુલન્સની પાસે આવતાં પહેલા તેણે ફૂલોનો એક નાનો ગુચ્છો લીધો હતો અને પોતે વોર્નની પરિચીત હોવાનું જણાવ્યું હતું.

14 દિવસની લિક્વટ ડાયેટ કરતો હતો શેન વોર્ન
બીજી તરફ શેન વોર્નના મેનેજર જેમ્સ એર્સ્કિને ખુલાસો કર્યો હતો કે વોર્ન મોત પહેલાં 14 દિવસના લિક્વિડ ડાયેટ પર હતો. આ અગાઉ તેણે આવી “મૂર્ખામીભરેલી” ડાયેટ 3-4 વખત કરી હતી. શેન વોર્નને ફરી પોતાની બોડી શેપમાં બનાવવી હતી. તેણે સોશિયલ મીડિયામાં પોતાનો એક જૂનો શર્ટલેસ ફોટો શેર કરીને જુલાઈ 2022 સુધીમાં ફીટ થવાનો ટાર્ગેટ રાખ્યો હોવાની વાત પણ કરી હતી.

વિલામાં મિત્રો સાથે એન્જોય કરી રહ્યો હતો શેન વોર્ન
થાઈલેન્ડના કોહ સુમાઈમાં આવેલા પોતાના લક્ઝુરિયર્સ વિલામાં શેન વોર્ન ત્રણ મિત્રો સાથે રજા ગાળવા માટે રોકાયો હતો. વોર્ને તેના મિત્રો સાથે ડીનર લેવાનું હતું પણ તે સમય પહોંચ્યો નહોતો. થોડી વાર પછી તેના દોસ્ત વોર્નને બોલાવવા ગયા તો તેમણે જોયું કે વોર્ન બેભાન પડ્યો હતો. પછી દોસ્તોએ તરત એમ્બ્યુલન્સ બોલાવી હતી.

વોર્નના મેનેજર એન્ડ્ર્યૂ નેઓફિતોએ 20 મિનિટ સુધી સીપીઆર આપ્યું હતું. જોકે વોર્નની હાલતમાં સુધાર થયો નહોતો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં પાંચ મિનિટ સીપીઆર આપવામાં આવ્યું હતું. જોકે વોર્નને બચાવી શકાયો નહોતો અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા લાવવામાં આવશે મૃતદેહ
થાઈલેન્ડમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત એલન મેકકિનોને જણાવ્યું હતું કે વોર્નની બોડી જલ્દીથી ઓસ્ટ્રેલિયા લાવવામાં મદદ કરવા બદલ થાઈલેન્ડ પોલીસનો આભાર વ્યક્ત કરું છું. બીજી તરફ થાઈલેન્ડના કોહ સુમાઈથી જહાજમાં તેનો મૃતદેહને સુરત થાની સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સુરથ્થાની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં શેન વોર્નનો મૃતદેહ ઓસ્ટ્રેલિયા પહોંચી જશે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1001 વિકેટ લેનાર 52 વર્ષના શેન વોર્ન થાઈલેન્ડમાં પોતાના મિત્રોની સાથે વેકેશન માણવા આવ્યા હતાં. જ્યાં શુક્રવારે તેઓ પોતાના વિલામાં બેહોશ થઈ ગયા હતાં. તેના નિધનની જાણકારી સામે આવ્યા બાદ ક્રિકેટ જગતને મોટો ઝટકો લાગ્યો હતો અને સમગ્ર દુનિયામાં શોકની લહેર જોવા મળી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page