Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsઓવલમાં ગબ્બરનો ધમાકો, રેકોર્ડ્સના વરસાદ વચ્ચે અનેક દિગ્ગજોને પાછળ મૂક્યા

ઓવલમાં ગબ્બરનો ધમાકો, રેકોર્ડ્સના વરસાદ વચ્ચે અનેક દિગ્ગજોને પાછળ મૂક્યા

લંડનઃ ક્રિકેટર ધવન ઈંગ્લેન્ડમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. ધવને 95 બોલમાં પોતાની 17મી સદી ફટાકરી હતી. ઈંગ્લેન્ડમાં ધવને ચાર સદી ફટાકરીને પહેલાં સ્થાને છે. સચિન તેંડુલકર-રોહત શર્મા ત્રણ સદી સાથે બીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયાનો ગબ્બર આક્રમક સદી ફટકારીને ફોર્મમાં પરત ફર્યો છે.

ભારત-ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવને 109 બોલમાં 117 રન બનાવ્યા હતાં. જેમાં 16 ચોગ્ગા સામેલ છે. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર ધવન બીજો બેટ્સમેન બન્યો છે. આ પહેલાં અજય જાડેજાએ 1999માં ઓવલ મેદાન પર જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સદી કરી હતી.
આઈસીસી ટૂર્નામેન્ટમાં ધવનની આ છઠ્ઠી સદી છે. આ મામલામાં ધવન કરતાં સચિન તેંડુલકર તથા સૌરવ ગાંગુલી આગળ છે. જેમણે આઈસીસીની ટૂર્નામેન્ટ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી તથા વર્લ્ડ કપમાં સાત-સાત સદી ફટકારી છે.
ધવને પોઈન્ટિંગ તથા સંગાકારની બરોબરી કરી છે. ભારત માટે રોહિત શર્મા તથા શિખર ધવને 100 રનની ભાગીદારી કરી હતી. આ જોડીએ આઈસીસી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વાર 100 રનની ભાગીદાકરી કરવામાં એડમ ગિલક્રિસ્ટ તથા મેથ્યૂ હેડનની જોડીની બરોબરી કરી છે. એડમ ગિલક્રિસ્ટની જોડીએ છ વાર આઈસીસી ટૂર્નામેન્ટમાં 100 રનની ભાગીદારી કરી છે. જેને રોહિત શર્મા-શિખર ધવનની જોડીએ બરોબરી કરી છે.
તો રોહિત શર્મા તથા શિખર ધવને સૌથી વધુવાર 100 રનની ભાગીદારી કરવામાં એડમ ગિલક્રિસ્ટ તથા મેથ્યૂ હેડનની બરોબરી કરી છે. આ બંને જોડીઓ 16વાર 100 રનની ભાગીદારી કરી છે. જ્યારે નંબર વન પર સચિન-ગાંગુલીની જોડી છે. આ જોડીએ 21વાર 100 રનની ભાગીદારી કરી છે. જ્યારે ભારત માટે આ જોડીએ 26 વાર 100 રનની ભાગીદારી કરી છે.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown Dive into this exciting adventure of knowledge and let your thoughts fly! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page