Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalચોરી કરવાના ઈરાદે ઘુસ્યો અને મહિલાને જોતા જ બગડી નિયત, કર્યું એવું...

ચોરી કરવાના ઈરાદે ઘુસ્યો અને મહિલાને જોતા જ બગડી નિયત, કર્યું એવું કામ કે જોઈને રૂંવાડા થશે ઊભા

આજીવન કેદની સજા ભોગવી રહેલા એક આરોપીએ જામીન પર બહાર આવ્યાના અમુક વર્ષ બાદ ચોરી કરવાના ઈરાદે એક ઘરમાં ઘુસ્યો હતો. અહીં આરોપીએ 57 વર્ષી મહિલાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહ સાથે બળાત્કાર કર્યો હતો. આટલે ના અટકતા હવસખોર આરોપીએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં તેલની બોટલ પણ નાખી હતી. આ ઉપરાંત આરોપી મૃતદેહને ફ્રિઝમાં રાખવા માગતો હતો. આ ઘટના હરિયાણાના યમુના નગર જીલ્લાની છે.

યમુના નગરમાં એક મહિલાની હત્યા અને બળાત્કારના જઘન્ય અપરાધથી જ આરોપીની માનસિકતા છતી થાય છે. તેને પહેલા જ હત્યાના એક કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, તે જામીન પર બહાર છે. તેણે ઘરમાં એકલી રહેતી 57 વર્ષીય મહિલા રેલવે કર્મીની હત્યા કરી, તે પછી તેમના મૃતદેહ સાથે બળાત્કાર કર્યો. જે પછી આરોપીએ મહિલાના મૃતદેહને ફ્રિઝમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હત્યા અને બળાત્કારની ધારા હેઠળ ફરિયાદ નોંધી આરોપી ધરપકડ કરી હતી.

મુકેશ ઉર્ફ મોન્ટી નામના યુવક પર આરોપ છે કે, તે 23 જૂનની રાતે જગાધરી વર્કશૉપની રેલવે કોલોનીમાં 57 વર્ષીય મહિલાના ઘરના પાછલા દરવાજેથી ચોરીના ઈરાદે ઘુસ્યો હતો. મહિલા તે સમયે જાગી રહી હોવાથી આરોપીએ ફૂલદાન મારી મહિલાને પાડી દીધી. જે પછી તે મહિલાને બીજા રૂમમાં લઈ ગયો અને ત્યાં એક ડૉલ વડે મહિલાના માથા પર ફરી પ્રહાર કર્યો. આ દરમિયાન આરોપી મોન્ટીની નિયત બગડતા તેણે મહિલાના મૃતદેહ સાથે બળાત્કાર કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપી મોન્ટીએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે તેણે મહિલાના મૃતદેહને ફ્રિઝમાં રાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. એસપી કમલદીપ ગોયલે જણાવ્યું કે, આરોપી મુકેશ ઉર્ફ મોન્ટીએ 2011માં પણ પોતાના એક સાથીની મદદથી પોતાના જ મિત્ર અમિત ગઢવાલીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. મૃતકે દિવાલ પર લખ્યું હતું કે, ‘મારી હત્યા મોન્ટીએ કરી છે’ જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.

2013માં કોર્ટે મોન્ટીને આજીવન કેદની સજા ફટકારી. 2017માં હાઈકોર્ટમાંથી મોન્ટીને જામીન મળ્યા. ત્યારથી તે જામીન પર જ હતો. મોન્ટીએ 23 જૂને મહિલા રેલવે કર્મીની નિર્મમ હત્યા કરી હતી. જે પછી તેણે ઘરમાંથી 300 રૂપિયા ચોરી કર્યા. પોલીસે આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page