Head Tag: Body Tag:

પતિએ પત્ની હોવા છતાં મંદિરમાં કર્યા 8 વર્ષ નાની પ્રેમિકા સાથે લગ્ન

15 સપ્ટેબરની રાત્રે લગભગ 10 વાગે પનવેલ રેલવે સ્ટેશનની બહાર થયેલ 29 વર્ષની ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યૂટિવનો મર્ડર મિસ્ટ્રી પર એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પનવેલ પોલીસને આ ઘટનાનાં CCTV મળ્યાં હતાં. આ બાબતે નવી મુંબઈ પોલીસે પીડિતાના પતિ સિવાય અન્ય 2 લોકોની ધરપકડ પણ કરી છે. આ સુપારી કિલર છે. જેમને મૃતિકાના પતિની પ્રેમિકા એટલે કે સૌતને હાયર કર્યા હતા. આ હત્યાનું કાવતરું 6 લોકોએ ઘડ્યું હતું. ધરપકડ કરેલ ત્રણ લોકો સિવાય, બીજા ત્રણ લોકો એક ગેંગના સભ્ય છે. તેમને સૌતને 3 લાખ રૂપિયાની સુપારી આપી હતી.

સૌતન ઈચ્છતી હતી કે, પ્રેમી હવે તેની સાથે જ રહે
તપાસ સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતાના પતિ દેવવ્રત સિંહ રાવત (32) નું આ વર્ષની શરૂઆતથી જ નિકિતા મટકર (24) સાથે લગ્નેત્તર સંબંધો હતા. આ પ્રેમી જોડાએ ઑગષ્ટ મહિનામાં જ એક મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. અંતે પ્રિયંકા રાવતને તેના પતિનાં બીજાં લગ્ન અંગે જાણ થઈ ગઈ. નિકિતા મારખુર્દમાં પ્રવીણ ઘાડગે (45) દ્વારા ચલાવવામાં આવતા એક પ્રાઈવેટ ટ્યૂશન ક્લાસમાં ટીચર તરીકે કામ કરે છે. તે પ્રિયંકાને તેના રસ્તામાંથી દૂર કરવા ઈચ્છતી હતી, જેથી તે દેવવ્રત સાથે રહેવાનું શરૂ કરી શાકે. નિકિતા અને દેવવ્રતે પ્રિયંકાને મારવા માટે મદદ લેવા ઘાડગેનો સંપર્ક કર્યો. ઘાડગેએ તેમને મુંબઈમાં રહેતી બુલઢાણાની એક ગેંગ સાથે મળાવ્યા.

પતિની કૉલ ડિટેલ્સથી થયો ખુલાસો
ગેંગના ત્રણે મેમ્બરે દેવવ્રતના કહ્યા અનુસાર કાવતરાને અંજામ આપ્યો અને બુલઢાણા ભાગી ગયા. આ સુપારી 3 લાખમાં આપવામાં આવી હતી. એડવાન્સમાં 2 લાખ આપવામાં આવ્યા હતા. પોલીસે દેવવ્રતની કૉલ ડિટેલ્સ તપાસી ઘટનાનો ખુલાસો કર્યો. દેવવ્રત અને નિકિતાની તસવીરો તેના ફોન પર મળ્યા બાદ પોલીસે બંનેની અલગ-અલગ પૂછપરછ કરી, તો નિકિતા તૂટી ગઈ.

CCTV માં જોવા મળ્યા હતા હત્યારા
હત્યા 15 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 10 વાગે પનવેલ સ્ટેશનની બહાર થઈહતી. ઘટના અહીં લાગેલ CCTV કેમેરામાં કેપ્ચર થઈ ગઈ હતી. જોકે રાત હોવાથી ફુટેજ ક્લિયર નહોંતાં. હુમલાખોરોના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોંતા. પનવેલ RPF ના જસબીર રાણાએ કહ્યું કે, જે કઈં પણ ઉપલબ્ધ હતું, તેમણે નવી મુંબઈ પોલીસને આપી દીધું હતું. ફુટેજમાં આરોપી પીડિતાની રાહ જોતા મળ્યા હતા. જ્યારે તે બહાર નીકળી અને ઑટો સ્ટેન્ડ તરફ જઈ રહી હતી ત્યારે પહેલાં તો આરોપી તેની પાછળ-પાછળ ચાલીને ગયો અને પછી ભાગતાં પહેલાં તેનું ગળું કાપી નાખ્યું.

4 વર્ષ પહેલાં થયાં હતાં લગ્ન
દેવવ્રત અને પ્રિયંકાનાં 4 વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. પ્રિયંકાએ કમ્પ્યૂટર એન્જિનિયરિંગ કર્યું હતું. તેણે એક વર્ષ પહેલાં ઠાણે સ્થિત એક પ્રાઈવેટ ફર્મમાં ડિજિટલ માર્કેટિંગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેના પતિ એક ઈ-કૉમર્સ કંપનીમાં સેલ્સ મેનેજરની નોકરી કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાના ત્રણેય આરોપી ઠાણેથી પનવેલ સુધી તેનો પીછો કરી રહ્યા હતા. જે ત્રણ સુપારી કિલરને પકડાવામાં આવ્યા, તેમની ઓળખ રોહિત, ઉર્ફ શિવ ઉર્ફ રાવત રાજી સોનોન (22), દીપક દિનકર લોખંડે (25) અને પંકજ નરેન્દ્ર કુમાર યાદવ (26) રૂપે થઈ હતી.