શ્રદ્ધાના મૃતદેહના 10 ટુકડા મળ્યા, ગૂગલ પર લોહી સાફ…

દિલ્હી પોલીસે મંગળવારે મહેરૌલીના જંગલોમાંથી શ્રદ્ધા વોકરના મૃતદેહના 10 ટુકડાઓ કબજે કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 26 વર્ષની શ્રદ્ધાની હત્યા તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ કરી હતી. તેના કહેવા પર મૃતદેહના ટુકડા મળી આવ્યા હતા.

પોલીસ સવારે 10 વાગ્યે આફતાબને મહેરૌલીના જંગલમાં લઈ ગઈ. આફતાબે અહીં જ મૃતદેહના ટુકડા ફેંક્યા હતા. હજી માથું અને શરીરના અન્ય ભાગોની શોધ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે શ્રદ્ધા અને આફતાબ 8 મેના રોજ દિલ્હી આવ્યા હતા. આફતાબે 10 દિવસ પછી એટલે કે 18મી મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે મૃતદેહ છુપાવવા માટે જંગલ પાસે જ એક ફ્લેટ લીધો હતો.

દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને લઈને મહેરૌલીના જંગલમાં ગઈ છે. આફતાબનો દાવો છે કે અહીં તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા હતા. પોલીસ આ ટુકડાઓને શોધી રહી છે. આફતાબે શ્રદ્ધાનો ફોન પણ ફેંકી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા લોકેશન દ્વારા તેને પ્રાપ્ત કરી શકાય છે. આફતાબે જે હથિયાર વડે શ્રધ્ધાના ટુકડા કરી નાખ્યા તેની પણ શોધ કરવામાં આવી રહી છે. પોલીસે આફતાબના મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.

શ્રદ્ધા હત્યા કેસમાં મંગળવારે પણ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે શ્રદ્ધા અને આફતાબ 8 મેના રોજ દિલ્હી આવ્યા હતા.10 દિવસ પછી એટલે કે 18 મેના રોજ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી નાખી. આ પહેલા તે જંગલ પાસેના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો હતો જેથી મૃતદેહનો સરળતાથી નિકાલ કરી ઠેકાણે પાડી શકાય.

દિલ્હીને અડીને આવેલા મહેરૌલીમાં સોમવારે હચમચાવી દેતી હત્યાની ઘટના સામે આવી હતી. લગભગ છ મહિના પહેલાં 18 મેના રોજ લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ તેની 27 વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વિકાસ વોકરનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેણે આરીથી શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા હતા..

શ્રદ્ધાના પિતાની અપીલ – આફતાબને ફાંસી આપવામાં આવે
શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે કહ્યું, “મને લાગે છે કે આ મામલો લવ જેહાદનો છે. મારી અપીલ છે કે આફતાબને ફાંસી આપવામાં આવે. શ્રદ્ધા તેના કાકાની ખૂબ જ નજીક હતી પરંતુ વધારે વાત કરતી ન હતી. હું ક્યારેય આફતાબના સંપર્કમાં નથી રહ્યો.”

સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો, ફ્લેટમાં એક યુવતીને પણ બોલાવી હતી
પોલીસે જણાવ્યું હતું કે આફતાબે જૂન સુધી શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો, જેથી શ્રદ્ધા જીવતી હોવાનું લાગે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ એ જ ફ્લેટમાં રહ્યો હતો. મૃતદેહના ટુકડાનો નિકાલ કર્યા બાદ તેણે ફ્લેટમાં યુવતીને બોલાવી હતી. આ દરમિયાન જે ટુકડા બચ્યા હતા તે કબાટમાં સંતાડી દીધા હતા. એવો દાવો કરવામાં આવે છે કે હત્યાના એક મહિના બાદ ડેટિંગ એપ દ્વારા આફતાબે અન્ય યુવતીનો સંપર્ક કરીને તેને ફ્લેટમાં લઈ આવ્યો હતો.

આફતાબે હત્યા પહેલાં ક્રાઈમ શો જોયા, ગૂગલ પર લોહી સાફ કરવાનો રસ્તો શોધી કાઢ્યો
શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના પહેલાં આફતાબે અમેરિકન ક્રાઈમ શો ડેક્સ્ટર સહિત અનેક ક્રાઈમ ફિલ્મો અને શો જોયા હતા. આફતાબે પુરાવાનો નાશ કરવા માટે ગૂગલ પર લોહી સાફ કરવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ જ તેણે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના આરીથી કાપીને 35 ટુકડા કરી નાખ્યા. તેણે શરીરનાં અંગોને ફ્રિજમાં રાખ્યા અને 18 દિવસ સુધી દરરોજ કેટલાક ટુકડા લઈને જંગલમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો.

હત્યા પહેલા જંગલ નજીક એક ફ્લેટ લીધો હતો
આફતાબ-શ્રદ્ધા 8 મેના રોજ મુંબઈથી દિલ્હી આવ્યા હતા. અહીંથી પહાડગંજની હોટલોમાં અને પછી દક્ષિણ દિલ્હીમાં રહેવાનું શરૂ કર્યું. દક્ષિણ દિલ્હી બાદ તેણે મહેરૌલીના જંગલ પાસે ફ્લેટ લીધો હતો. દિલ્હી પહોંચ્યાના 10 દિવસ બાદ એટલે કે 18મી મેના રોજ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી. હત્યાના કેસમાં બદરી નામના વ્યક્તિની એન્ટ્રી થઈ છે. આ તે વ્યક્તિ છે જેણે આફતાબને મહેરૌલી વિસ્તારમાં ફ્લેટ અપાવ્યો હતો. પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે. આ ફ્લેટમાંથી આફતાબ મૃતદેહના ટુકડા ફેંકવા જંગલમાં જતો હતો.

આફતાબે હત્યા પહેલાં ક્રાઈમ શો જોયા, ગૂગલ પર લોહી સાફ કરવાનો રસ્તો શોધી કાઢ્યો
શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના પહેલાં આફતાબે અમેરિકન ક્રાઈમ શો ડેક્સ્ટર સહિત અનેક ક્રાઈમ ફિલ્મો અને શો જોયા હતા. આફતાબે પુરાવાનો નાશ કરવા માટે ગૂગલ પર લોહી સાફ કરવાનો રસ્તો પણ શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ જ તેણે શ્રદ્ધાની હત્યા કરી તેના શરીરના આરીથી કાપીને 35 ટુકડા કરી નાખ્યા. તેણે શરીરનાં અંગોને ફ્રિજમાં રાખ્યા અને 18 દિવસ સુધી દરરોજ કેટલાક ટુકડા લઈને જંગલમાં ફેંકીને ઠેકાણે પાડતો હતો.

શ્રધ્ધા મર્ડર મામલે પોલીસે સોમવારે 4 મોટા ખુલાસા કર્યા
દિલ્હી પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે આફતાબ અમીન પૂનાવાલાએ તેની 26 વર્ષની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વિકાસ વોકરનું 18 મેના રોજ એટલે કે લગભગ 6 મહિના પહેલા ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે હત્યા બાદ આફતાબે આરીથી શ્રદ્ધાના 35 ટુકડા કરી નાખ્યા હતા.હત્યા બાદ આફતાબે 300 લીટરનું ફ્રિજ ખરીદ્યું હતું, જેથી તે ટુકડાને તેમાં રાખી શકે. દુર્ગંધને દુર કરવા માટે અગરબત્તી સળગાવતો હતો.18 દિવસ સુધી દરરોજ રાત્રે 2 વાગે જાગીને મૃતદેહના ટુકડા જંગલમાં ફેંકવા જતો હતા. પોલીસે શનિવારે આફતાબની ધરપકડ કરી હતી.

મૃતદેહના ટુકડા રાખવા બજારમાંથી મોટું ફ્રિજ ખરીદીને લાવ્યો હતો.18 દિવસ સુધી તે દરરોજ રાત્રે 2 વાગે ઘરેથી બહાર નીકળીને મૃતદેહના કેટલાક ટુકડા જંગલમાં ફેંકી આવતો હતો. પોલીસે શનિવારે આફતાબની ધરપકડ કરી હતી. હવે આ મામલે શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણ નાદરનું નિવેદન સામે આવ્યું છે. એ બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શ્રદ્ધાની હત્યા ક્યારે થઈ? ખરેખર, પોલીસે મે મહિનામાં શ્રદ્ધાની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે, જ્યારે લક્ષ્મણના કહેવા પ્રમાણે, તેની શ્રદ્ધા સાથે જુલાઈમાં વાતચીત થઈ હતી.

જુલાઈમાં શ્રદ્ધાએ તેના મિત્રને શું કહ્યું? જાણવા માટે વાંચો લક્ષ્મણ નાદરનું સંપૂર્ણ નિવેદન…
લક્ષ્મણે સોમવારે જણાવ્યું હતું કે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે હંમેશાં ઝઘડા થતા હતા. જુલાઈમાં શ્રદ્ધાએ તેનો વ્હોટ્સએપ દ્વારા સંપર્ક પણ કર્યો હતો. ત્યારે શ્રદ્ધા ખૂબ ડરી ગઈ હતી. તેણે કહ્યું હતું કે જો તે રાત્રે તે તેની (આફતાબ) સાથે રહી તો તે તેને મારી નાખશે. લક્ષ્મણ નાદરે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક મિત્રો સાથે મળીને તેણે શ્રદ્ધાને છતરપુરના ઘરેથી બચાવી હતી. ત્યાર બાદ તેણે આફતાબને ચેતવણી આપી હતી કે તેઓ તેની પોલીસને ફરિયાદ કરશે, પરંતુ પછી શ્રદ્ધાની આફતાબ પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈને તેણે પોલીસમાં ફરિયાદ કરી ન હતી. તેઓ ફરીથી સાથે રહેવા લાગ્યાં.

નાદરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં એટલે કે ઘટનાના બે મહિના પછી જ્યારે શ્રદ્ધાએ તેનો સંપર્ક ન કર્યો તો તે ચિંતા કરવા લાગ્યો. નાદરે કહ્યું- મેં શ્રદ્ધાને ઘણા મેસેજ અને કોલ કર્યા, પરંતુ તેણે જવાબ ન આપ્યો. આ કારણે મને તેની ચિંતા થવા લાગી. તેથી મેં સામાન્ય મિત્રો અને અન્ય લોકોને શ્રદ્ધા વિશે પૂછવાનું શરૂ કર્યું. મને ક્યાંયથી તેના વિશે કોઈ માહિતી ન મળતાં આખરે મેં તેના ભાઈ શ્રીજયને કહ્યું કે શ્રદ્ધા ઘણા મહિનાઓથી બોલતી નથી અને અમારે પોલીસને જાણ કરવી જોઈએ. આ માહિતી મળ્યા બાદ શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકરે મુંબઈ પોલીસને ફરિયાદ લખી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા અને આફતાબના સંબંધોમાં થોડા મહિનાઓ પહેલા ખટાશ આવી ગઈ હતી. જ્યારે શ્રદ્ધાએ તેને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું અને તેણે ના પાડી હતી. આ પછી આફતાબે તેની હત્યા કરી નાખી.

Similar Posts