Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડની આ એક્ટ્રેસ સાથે ડિનર ડેટ માણતો જોવા મળ્યો શુભમન ગીલ

બોલિવૂડની આ એક્ટ્રેસ સાથે ડિનર ડેટ માણતો જોવા મળ્યો શુભમન ગીલ

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ફરી એકવાર અફેરને કારણે ચર્ચામાં છે. સારા અલી ખાનનું નામ રાજકારણી સુશીલ કુમાર શિંદેના દોહિત્ર વીર તથા બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે પણ જોડાયું હતું. થોડા સમય પહેલાં સારા અલી ખાન તથા કાર્તિક આર્યન રિલેશનશિપમાં હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે હવે સારાનું નામ ક્રિકેટર સાથે જોડાયું છે. સારા તથા ક્રિકેટરની તસવીર વાઇરલ થઈ છે.

શુભનમ ગિલ સાથે જોવા મળી
સારા અલી ખાન તથા શુભમન ગિલનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં ડિનર ટેબલ પર સારા તથા શુભમન હતાં. શુભમન વ્હાઇટ-ગ્રીન ટી શર્ટમાં તથા સારા પિંક આઉટફિટમાં જોવા મળી હતી. બંને વેટરને ઓર્ડર આપતાં હતાં. વાઇરલ વીડિયોમાં યુવતી બોલે છે કે ‘સારા બાસ્ટિનમાં’. સારાની સાથે ક્રિકેટર શુભમન છે. યુવતીએ જે બાસ્ટિન રેસ્ટોરાંની વાત કરી એ મુંબઈમાં છે. જોકે અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દુબઈમાં હતાં.

સારાના દાદા ક્રિકેટર હતા
નોંધનીય છે કે સારા અલી ખાનના દાદા નવાબ મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. સારાને પણ દાદાને કારણે ક્રિકેટમાં ઘણો જ રસ છે.

યુઝર્સે અલગ-અલગ રિએક્શન આપ્યું
સો.મીડિયામાં સારા-શુભમનનો વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. એકે કહ્યું હતું, ‘શુભમન ગિલ તો સારા અલી ખાનને ડેટ કરે છે અને આપણે તો કોઈ બીજી જ સારાનું નામ લેતા હતા.’

અન્ય એક યુઝર્સે કહ્યું હતું, ‘ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારાથી લઈ ક્રિકેટરની પૌત્રી સુધી, શુભમન ગિલે લાંબો રસ્તો કાપ્યો છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page