Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપિતાના નિધન બાદ ઘર ચલાવવા પુત્રએ શરૂ કરી ઈંડાની લારી, આ રીતે...

પિતાના નિધન બાદ ઘર ચલાવવા પુત્રએ શરૂ કરી ઈંડાની લારી, આ રીતે બન્યો ઓફિસર

પટણાઃ રસ્તા પાસેના નાનકડી દુકાનમાં બેસી ઈંડા વેચતા બીરેન્દ્રએ ભાગ્યે જ વિચાર્યું હશે કે તે રાજ્યનો મોટો અધિકારી બની જશે. પરંતુ બિહારના ઔરંગાબાદ જીલ્લાનો બીરેન્દ્ર મોટો અધિકારી બની ગયો છે. બીપીએસસી પરીક્ષા પાસ કરી બીરેન્દ્ર અધિકારી બની ગયો છે. ઔરંગાબાદના કર્મા રોડ સ્થિત એક નાનકડી દુકાનમાં બેસી ઈંડા વેચતા બીરેન્દ્રએ એ કરી દેખાડ્યું જે તમામ કોચિંગ બાદ પણ ઘણા ઉમેદવારો કરી શક્યા નહીં. બીરેન્દ્ર પૈસા ના હોવાને કારણે અભ્યાસ છોડી દેનારા લોકો માટે એક પ્રેરણા સમાન છે.

બીરેન્દ્ર ઔરંગાબાદ જીલ્લાના બારુણ પ્રખંડના એક નાના ગામ હાથીખાપ ગામનો છે. તેના પિતા ભિખારી રામે મોચી કામ કરી 3 બાળકોને ઉછેર્યા છે, પરંતુ વર્ષ 2012માં પિતાના મૌત બાદ ત્રણેય ભાઈઓ પર દુઃખોનો પહાડ તૂટ્યો હતો. જે પછી પરિવારે માતા સાથે ગામ છોડી શહેરમાં વસવાટ કરવાનો નિર્ણય લીધો.

ઘરની જવાબદારી મોટા ભાઈ જીતેન્દ્ર પર આવી પડી. શહેર આવી કર્મા રોડના દલિત વિસ્તારમાં ભાડાની દુકાન લઈ ગુજરાન ચલાવવા લાગ્યા. પરંતુ બીરેન્દ્રએ સાથે અભ્યાસ ચાલુ રાખ્યો. ઘરની આર્થિક સ્થિતિને જોતા બીરેન્દ્રએ આર્થિક રીતે યોગદાન આપવા ઈંડાની દુકાન શરૂ કરી.

જોકે તે પોતાની સાથે પુસ્તકો રાખવાનું ચુકતો નહોતો. જ્યારે ગ્રાહક ના હોય ત્યારે તે અભ્યાસ કરતો. આ ઉપરાંત તે રાતના સમયે પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખતો હતો. મોટા ભાઈ જીતેન્દ્રની આર્થિક સ્થિતિ સારી થઈ તો તેમણે નાના ભાઈએ ચમડાના બેગ, જેકેટ જેવી વસ્તુઓ વેચવા સંબંધિત દુકાન શરૂ કરી.

ત્યાર બદ તેમણે નાના ભાઈને દુકાન છોડી સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર આપવા માટે કહ્યું. બીરેન્દ્રએ દુકાન બંધ કર્યા બાદ પાડોશમાં રહેતા એક ઉમેદવાર રાજીવ કુમારની મદદ લીધી. બિરેન્દ્રએ બીપીએસસી પરીક્ષામાં 201મો ક્રમ મેળવ્યો હતો. તેની સફળતાના કારણે નાનકડા ઘરમાં પણ અભિનંદન પાઠવનારાઓની ભીડ જામી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of discovery and let your mind fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! ? ? will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page