Friday, April 19, 2024
Google search engine
HomeInternationalપાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર ગેંગરેપ, સ્તન કાપી ચામડી ઉખેડી ને લાશ ફેંકી...

પાકિસ્તાનમાં હિન્દુ મહિલા પર ગેંગરેપ, સ્તન કાપી ચામડી ઉખેડી ને લાશ ફેંકી દીધી

પાકિસ્તાનમાં એક હચમચાવી દેતો હેવાનીયત ભર્યો બનાવ સામે આવ્યો છે. પાડોશી દેશમાં હિન્દુઓ સામે અત્યાચારનો બર્બર કિસ્સો બન્યો છે. નરાધમોએ અહીં એક 4   2 વર્ષીય મહિલા પર ગેંગરેપ ગુજાર્યો હતો. એટલું જ નહીં ગેંગરેપ બાદ હેવાનોએ પીડિતાની બેરહમીથી હત્યા કરી નાખી હતી.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કેટલાક હેવાનોએ 42 વર્ષીય હિન્દુ ભીલ મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં બાદમા મહિલાનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. મહિલાને ચાર બાળકો છે.

આ બર્બરતા ફરી ઘટનામાં હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આરોપીઓએ મહિલાની હત્યા બાદ સ્તન પણ કાપી નાખ્યા હતા. બાદમાં લાશને ખેતરમાં ફેંકી દીધી હતી. મીડિયા રિપોર્ટ મુજબ લાશને ફેંકતા પહેલા તેના માથાની ચામડી પણ ઉતેડી નાખી હતી.

આરોપીઓ પોલીસ પકડથી બહાર
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના સિંધના સંધર જિલ્લાના સિંઝોરેની છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં હજી સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. આ ઉપરાંત આરોપીની ઓળખ પણ થઈ શકી નથી.

સ્થાનિક સાંસદે શું કહ્યું?
આ ઘટના પછી પાકિસ્તાનના સિંધ પ્રાંતના સાંસદ કૃષ્ણા કુમારીએ પીડિતાના ઘરે પહોંચી હતી. સાંસદે કહ્યું 40 વર્ષની વિધવા મહિલાની બેરહમીથી હત્યા કરી નાખવામાં આવી હતી અને લાશ ખૂબ ખરાબ હાલતમાં મળી હતી. માથું ધડથી અલગ કરી નાખવામાં આવ્યું હતું અને દરિંદોએ માથાનું માંસ પણ નોંચી લીધું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page