Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratગુજરાતી સિંગરની હત્યામાં ધડાકો, નજીકની આ વ્યક્તિએ જ આ રીતે કરાવી હત્યા,...

ગુજરાતી સિંગરની હત્યામાં ધડાકો, નજીકની આ વ્યક્તિએ જ આ રીતે કરાવી હત્યા, જુઓ તસવીરો

ફેમસ ગુજરાતી સિંગર વૈશાલીની હત્યામાં મોટો ઘટસ્ફોટ થયો છે. વૈશાલીની હત્યા બીજા કોઈએ નહીં પણ તેની જ મિત્ર બબીતાએ કરાવી હોવાનો ધડાકો થયો છે. વ્યાજે આપેલા પૈસા પરત માગતા બબીતાએ જ કોન્ટ્રાક્ટ કિલર બોલાવી વૈશાલીની ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યારાઓના નામ બહાર આવતાં જ ચકચાર મચી જવા પામી છે.

વલસાડના પારડી તાલુકાની પાર નદી કિનારે થોડાક દિવસ પહેલા એક કારમાંથી વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની લાશ મળી આવી હતી. આ મામલે વૈશાલીની મિત્ર બબીતા જ મુખ્ય ષડયંત્રકારી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ વૈશાલીની હત્યા માટે તેની મિત્ર બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી હતી. વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યાં હતા. આ પૈસા બબીતા પરત આપવાની આનાકાની કરી રહી હતી. અંતે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે પ્રોફેશનલ કિલર અને બબીતાની અટકાયત કરી છે.

પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
ગયા શનિવારે વૈશાલી એક મહિલા પાસેથી ઉછીના પૈસા પરત લેવા માટે નીકળી હતી અને રવિવારે તેનો મૃતદેહ મળ્યો હતો. ફોરેન્સિક પીએમમાં તેની ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એ મહિલા અને આરોપીઓને પકડવા માટે 8 ટીમ બનાવી હતી અને 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. સાત દિવસના અંતે પોલીસે આ ચર્તિત મર્ડર કેસ સોલ્વ કરવામાં સફળતા મળી છે.

વલસાડ જિલ્લાના પાર નદી કિનારે આવેલું અવાવરું જગ્યામાંથી મળેલી વૈશાલી બલસારાની લાશ મામલે વલસાડ જિલ્લા પોલીસને મહત્વની સફળતા મળી છે. માત્ર ગણતરીના દિવસોમાં કોન્ટ્રાક્ટ કિલર સહિત હત્યા કરાવનાર મહિલાની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી. વૈશાલી બલસારાએ મહિલા મિત્ર બબીતાને અમુક રકમ વ્યાજે આપી હતી. તે રકમ પરત આપવી ન પડે તે માટે વૈશાલી બલસારાની કિલર પાસે હત્યા કરવી હોવાનું સામે આવતા વલસાડ પોલીસે મુંબઈથી કોન્ટ્રાન્ટ કિલર અને બબીતાની અટકાયત કરી હતી. તેમજ કોવિડ ટેસ્ટ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.

વૈશાલી બલસારાની ગળુ દબાવીને હત્યા કરાઈ
વલસાડની પારડી પોલીસે વૈશાલીની લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી અને સુરત ફોરેન્સિક PM કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં ગળે ટુંપો દઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈશાલી બલસારાના પિયર પક્ષના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પારડી પોલીસે FSLના પોસ્ટમોર્ટમના પ્રાયમરી રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વૈશાલીના તમામ મિત્રો અને પરિવારના સભ્યોના નિવેદન પણ નોંધવામાં આવ્યાં હતા.

ભેદ ઉકેલવા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી
હત્યાનો ભેદ ઉકેલવા માટે વલસાડ LCB, SOG, પારડી અને સીટી પોલીસની અલગ અલગ 8 ટીમો બનાવી ચેક હત્યાના આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. પારડી અને આજુબાજુના વિસ્તારમાં CCTV તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 100થી વધુ CCTV ફૂટેજ ચકાસણી કરવામાં આવી રહ્યા છે. વૈશાલી બલસારાના પરિવાના સભ્યો નજીકના મિત્રો સહિતના 75થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા હતા.

બે ટીમ રાજ્ય બહાર તપાસ કરવા પહોંચી
શંકાસ્પદ લોકોની ગતિવિધિઓ ઉપર વલસાડ જિલ્લા પોલીસે બાજ નજર રાખી છે. વલસાડ જિલ્લા પોલોસે 2 ટીમો રાજ્ય બહાર જઈને શકમંદ લોકોને મળીને તેમના નિવેદન નોંધ્યા હતા. વૈશાલી બલસારા હત્યા કેસમાં તમામ પાસાઓ ઉપર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. વૈશાલી બલસારાનો મોબાઈલ ફોન અને મહિલા પાસેથી લીધેલા રોકડા રૂપિયા ક્યાં ગયા અંગે પણ તપાસ હાથ ધરાઈ હતી. વૈશાલી બલસારાની વર્ષ 2020માં શહેરના આઝાદ ચોક ખાતે એક કટલેરી ની દુકાન શરૂ કરી હતી. વૈશાલી હત્યા કેસમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક કડીઓ જોડીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પતિએ લાશની ઓળખ કરી
વલસાડ શહેર નજીક સેગવી ગામમાં પરિવાર સાથે રહેતી સિંગર વૈશાલી બલસારા 27 ઓગષ્ટની સાંજે ઐઅપ્પા મંદિર નજીક એક મહિલાને આપેલા ઉછીનાં આપેલા રૂપિયા લેવા પોતાની કાર લઈને ગઈ હતી. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પતિ હિતેશ બલસારાએ સીટી પોલીસ મથકે પત્નીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી અને પત્નીની શોધખોળ હાથ ધરી હતી. પારડી પોલીસે વૈશાલીના પતિને ઘટનાની જાણ કરતા વૈશાલી બલસારાના પતિએ લાશની ઓળખ કરી હતી.

વૈશાલીએ 2011માં બીજા લગ્ન કર્યા હતા
હિતેશ બેન્ડમાં ગીતાર આર્ટિસ્ટ છે. હિતેશે વર્ષ 2011માં વૈશાલી સાથે બીજા લગ્ન કર્યા હતા. હિતેશ બલસારાના પહેલા લગ્નની એક દીકરી અને વૈશાલી સાથે લગ્ન જીવન દરમિયાન વધુ એક દીકરીનો જન્મ થયો હતો. હિતેશ બલસારા તેની પત્ની વૈશાલી 2 દીકરીઓ અને તેના માતા પિતા સાથે રહેતો હતો. વૈશાલીના પિયર પક્ષના તમામ સભ્યો નવસારી રહેતા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page