Tuesday, April 9, 2024
Google search engine
HomeInternationalબસમાં અજાણી યુવતીની બાજુમાં બેઠો યુવક ને ગણતરીની મિનિટમાં થઈ ગયો પ્રેમ

બસમાં અજાણી યુવતીની બાજુમાં બેઠો યુવક ને ગણતરીની મિનિટમાં થઈ ગયો પ્રેમ

એક અનોખી લવ સ્ટોરી સામે આવી છે. યુવક અને યુવતી બંને એકબીજાને પહેલી વાર બસમાં મળ્યા હતા. બંને એકબીજાને ઓળખતા નહોતા. બસમાં બંને વચ્ચે એવું કંઈક થયું કે બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો. બંનએ આખી જિંદગી સાથે વિતાવવાના કોલ આપી દીધા.

પાંચ જુલાઈના રોજ એડી હુઆરાકાયા નામનો યુવક બસમાં હતો અને ત્યારે તેની નજર કેટાલિના નામની યુવતી પર પડી. કેટાલિનાની બાજુની સીટ ખાલી થતાં જ હુઆરાકાયા ત્યાં જઈને બેસી ગયો. બસ ચાલતી હતી અને બંને ચૂપચાપ બેઠાં હતાં. થોડી જ વારમાં કેટાલિનાને ઊંઘ આવી ગઈ અને તે એડીના ખભા પર માથું મૂકીને સૂઈ ગઈ. એડીએ પણ કેટાલિનાને સહેજ પણ ડિસ્ટર્બ કરી નહીં. તેણે ખભાને સહેજ પણ હલાવ્યો નહીં.

આ દરમિયાન એડીએ કેટાલિના સાથે સેલ્ફી પણ લીધી હતી. બીજીવાર જ્યારે બંને એકબીજાને મળ્યા તો એડીએ કેટાલિનાને તસવીર બતાવી હતી. કેટાલિનાએ જ્યારે તસવીર જોઈ ત્યારે તેને નવાઈ લાગી હતી. એડીએ કહ્યું હતું કે તે સફરને યાદગાર બનાવવા માગતા હતા.

બીજી મુલાકાતમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી. બંનેએ નંબર એક્સચેન્જ પણ કર્યા હતા. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી. પછી એકબીજાને મળવા લાગ્યા હતા.

એક દિવસે એડીએ કેટાલિનાને પ્રપોઝ કર્યું હતું. કેટાલિનાએ પણ હા પાડી હતી. આજે આ બંને એકબીજાને ડેટ કરે છે. એક મહિનામાં જ બંને એકબીજાની નિકટ આવી ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page