રાજેશમાંથી બન્યો સોનિયા પાંડે, મરજી વિરુદ્ધ કરવામાં આવ્યા હતાં લગ્ન

Ajab Gajab

રેલવેના રેકોર્ડમાં એક નવો ઈતિહાસ ઉમેરાઈ ગયો છે. પહેલી વાર એવું થયું છે કે લિંગ પરિવર્તનના આધાર પર પૂર્વોત્તર રેલવેના ઈજ્જતનગર મંડળમાં કાર્યરત રાજેશ કુમાર પાંડે હવે સોનિયા પાંડેના નામથી નોકરી કરશે. સોનિયાના મહિલા હોવાના કારણે અધિકારની લડાઈ 27 મહિના સુધી ચાલી. મુખ્ય કારખાના પ્રબંધકે 4 માર્ચે રેલવેના ફોર્મમાં લિંગ અને નામ પરિવર્તનના આદેશ આપ્યા. જેની જાણકારી સોનિયાને પણ આપી દેવામાં આવી.

મેડિકલ તપાસ અને રેલવે બોર્ડના નિર્દેશો બાદ કાગળમાં સોનિયાનું નામ દાખલ કરી દેવામાં આવ્યું છે. ગુરુવારે બદલાયેલા નામથી પત્ર સોનિયા સુધી પહોંચાડી દેવામાં આવ્યો.

રાજેશ ઉર્ફ સોનિયા પાંડેની કહાની ખૂબ જ રસપ્રદ છે. પિતા રેલકર્મી હતા, તેમના મૃત્યુ બાદ 2013માં મૃતક આશ્રિત કોટા પર રાજેશને નોકરી લાગી ગઈ. ઈજજ્તનગરના મુખ્ય કારખાના પ્રબંધક કાર્યાલયમાં કાર્યરત તકનીકી ગ્રેડ-એકના પદ પર તેઓ હતા. સોનિયા તરીકે, તેમનાથી મોટી ચાર બહેનો છે. તે કહે છે કે, મારી મરજી વિરુદ્ધ 2012માં મારા લગ્ન થયા. મારી અંદર મહિલાઓ જેવા વ્યવહાર આવવા લાગ્યા હતા. પહેલા તો હું ખૂબ જ પરેશાન થઈ પરંતુ બાદમાં નિર્ણય લીધો કે હું લિંગ પરિવર્તન કરાવીશ. મે પત્નીને સમજાવી અને અમે સહમતિથી અલગ થઈ ગયા. ઈજ્જતનગરના અધિકારી આર કે પાંડેએ કહ્યું કે રાજેશનું નામ હવે સોનિયા પાંડે કરી દેવામાં આવ્યું છે. તમામ ઔપચારિકતાઓ પૂરી કરી દેવામાં આવી છે. સોનિયા પાંડેના નામે ગુરુવારે પત્ર જાહેર કરી દેવામાં આવ્યો.

10 ડિસેમ્બર 2017માં કરાવી સર્જરી: સોનિયાના પ્રમાણે પત્નીથી છૂટાછેડા થયા બાદ દિલ્લીમાં સેક્સોલૉજિસ્ટને મળી તો તેણે સર્જરી કરાવીને લિંગ પરિવર્તનની સલાહ આપી. પહેલા તો ઘરના લોકો તૈયાર નહોતા. તેમને ખૂબ જ સમજાવવા પડ્યા. પછી સમાજના મહેણાં અલગથી. પરંતુ હું તૂટી નહીં. માનસિક રીતે પોતાને મજબૂત કરી. જેમાં મિત્રોએ મદદ કરી. 10 ડિસેમ્બર 2017માં સર્જરી કરાવીને પાછી બરેલી જતી રહી. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રેલવેએ રાજેશના પાસ અને મેડિકલ કાર્ડ પર લિંગ મહિલા કરી નાખ્યું. આ અઠવાડિયે કાગળમાં પણ મહિલા દાખલ થઈ ગયું છે.

મેડિકલ બોર્ડથી રસ્તો થયો સરળ : સોનિયાના પ્રમાણે મેડિકલ બોર્ડની તપાસના કારણે તેનો રસ્તો સરળ થયો. પહેલા તો અધિકારીઓએ ના પાડી દીધી. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું હતું તે તેનામાં ભૌતિક રૂપથી જેન્ડર ડિસ્ફોરિયા(એક લિંગથી બીજા લિંગની ઈચ્છા) છે. આવું હોર્મોનમાં ફેરફારના કારણે થાય છે.

બેંકમાં ખાતુ ન ખુલ્યું : લિંગ પરિવર્તન બાદ સોનિયા સામે અનેક સંકટો ઉભા થઈ ગયા. તેમના બેંક અકાઉન્ટ, આધાર કાર્ડ બધામાં રાજેશ પાંડે નામ હતું. તે જણાવે છે કે, હું મારું પર્સનલ બેંક અકાઉન્ટ ખોલાવવા માંગતી હતી. ઘણા પ્રયાસો બાદ આધાર કાર્ડમાં નામ બદલ્યું છે. પરંતુ મારા અકાઉન્ટ વાળા ખાતામાં રાજેશ પાંડેવાળું આધાર કાર્ડ લિંક છે. બેંકમાં જ્યારે મે આવેદન કર્યું તો કેન્સલ કરી દેવામાં આવ્યું. જણાવવામાં આવ્યું કે એક જ ફિંગર પ્રિન્ટથી બે નામ બતાવી રહ્યા છે. આ રીતે જ નવા સિમ કાર્ડનો મામલો ફસાઈ ગયો.

ફરીથી લગ્ન કરવા માંગે છે સોનિયા : રાજેશ થી સોનિયા બન્યા બાદ સોનિયા લગ્ન કરવા માંગે છે. તેમની મુશ્કેલી એ છે કે કોર્ટ મેરેજ માટે તેની પાસે પુરતા કાગળિયા નહોતા. સોનિયા કહે છે કે, લગ્નની યોજના છે પરંતુ પહેલા રેલવેના કાગળમાં મારું નામ સાચું થાય તેની રાહ હતી. હવે તે દિવસ આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *