અબજોપતિની પૌત્રી સાથે લગ્ન કર્યા છે સાઉથ સુપરસ્ટારના દીકરાએ, રહે છે 100 કરોડના બંગલામાં

Bollywood

મુંબઈ/હૈદરાબાદઃ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર ચિરંજીવીના દીકરા રામચરણ તેજાએ હાલમાં જ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. 27 માર્ચ, 1985માં હૈદરાબાદમાં જન્મેલો રામ ચરણે 2007માં આવેલી ફિલ્મ ‘ચિરુથા’થી કરિયરની શરૂઆત કરી હતી. 14 વર્ષની કરિયરમાં રામચરણે 14 ફિલ્મમાં કામ કર્યું છે. રામચરણ કરોડોની સંપત્તિનો માલિક છે. રામ ચરણ એક ફિલ્મ માટે 15-20 કરોડ રૂપિયા લે છે. રામચરણની પત્ની અબજોપતિની પૌત્રી છે.

રામચરણે 14 જૂન, 2012માં અપોલો હોસ્પિટલના એક્ઝિક્યૂટિવ ચેરમેન પ્રતાપ રેડ્ડીની પૌત્રી ઉપાસના સાથે લગ્ન કર્યાં હતાં. અપોલોની દેશભરમાં હોસ્પિટલની ચેનની છે. આ ઉપરાંત તેમના ઘણાં બિઝનેસ પમ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રામચરણ 1292 કરોડની સંપત્તિનો માલિક છે. તેની કમાણી ફિલ્મ ઉપરાંત એરલાઈન કંપની, પોલો રાઈડિંગ, ઓબ્સ્ટેકલ રનિંગ સીરિઝ, ડેવિલ્સ સર્કિટ, કોનિડેલા પ્રોડક્શન કંપની તથા કેટલીક કંપનીમાં શૅરમાં ઈન્વેસ્ટ કર્યું છે.

રામચરણ દ્વજેટ એરલાઈન કંપનીમાં ડિરેક્ટર છે. આ કંપનીની શરૂઆત 2013માં થઈ હતી. કંપનીનું હેડક્વાર્ટર હૈદરાબાદમાં છે. આ એરલાઈન સાઉથ ઉપરાંત મહારાષ્ટ્ર તથા ગોવામાં સર્વિસ આપે છે. રામચરણ સાઉથમાં અનેક કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. રામચરણ એક વર્ષમાં એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 3-4 કરોડ લે છે. તેણે 150 કરોડ રૂપિયા પર્સનલ ઈન્વેસ્ટમેન્ટમાં રોક્યા છે.

રામચરણને લક્ઝૂરિયસ કાર્સનો શોખ છે. તેની પાસે એસ્ટન માર્ટિન,બીએમડબલ્યૂ, મર્સિડિઝ બેન્ઝ ક્લાસ, રેન્જ રોવર સહિતની કાર છે. રામચરણે 2019માં હૈદરાબાદમાં જુબલી હિલ્સ ખાતે બંગલો ખરીદ્યો હતો. આ ઘરની કિંમત અંદાજે 38 કરોડ રૂપિયા છે. રામચરણના એક ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે.

રામચરણે બોલિવૂડમાં માત્ર એક જ ફિલ્મમાં કામ કર્યું છે. તેણે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘જંઝીર’ની હિંદી રીમેકમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી.

રામચરણે ‘મગધીરા’, ‘ઓરેન્જ’, ‘નાયક’, ‘યેવદુ’, ‘ધ્રુવ’, ‘રંગસ્થલમ’, ‘વિન વિધેયા રામા’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તે હાલમાં એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘આરઆરઆર’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તે ‘આચાર્ય’ ફિલ્મ પ્રોડ્યૂસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *