Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratકંપનીનો દાવો: દર્દીઓને દિવસમાં 4 વખત ‘આયુધ એડવાન્સ’નો ડોઝ અપાયો અને 4...

કંપનીનો દાવો: દર્દીઓને દિવસમાં 4 વખત ‘આયુધ એડવાન્સ’નો ડોઝ અપાયો અને 4 દિવસમાં સાજા થઈ ગયા

કોરોનાના હાહાકાર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં કોરોનાની આયુર્વેદિક દવા બજારમાં આવી ગઈ છે. અમદાવાદની એક ખાનગી કંપનીએ “આયુધ એડવાન્સ” અને “આયુધ મેઇન્ટેન” નામની આયુર્વેદિક દવા લોન્ચ કરી છે. કંપનીના દવા મુજબ આ દવા રેમડેસિવિર કરતાં 3 ગણી વધુ અસરકારક છે. કંપનીના કહેવા મુજબ આ દવાની કોઈ આડઅસર નથી. આ દવા વ્યાપક સંશોધન અને સઘન માનવીય તબીબી પરીક્ષણમાંથી પાસ થઈ છે. આ દવાને રાજ્ય સરકારના FDCA(ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન) (આયુર્વેદ) દ્વારા માન્યતા આપવામાં આવી છે.

“આયુધ એડવાન્સ”ના ફાઉન્ડર અને શુક્લા આશર ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડના દીપ શુક્લાએ જણાવ્યું હતું કે વેક્સિનની ભૂમિકા જ્યાં પૂરી થાય છે ત્યાંથી આયુધ એડવાન્સની કામગીરી શરૂ થાય છે. આયુધ એડવાન્સ વેક્સિનથી અલગ છે. વેક્સિન ચોક્કસ પ્રકારના વાયરસના સ્ટ્રેન્સ સામે એન્ટિબોડીઝ વિકસાવવામાં મદદ કરે છે. એની તુલનાએ પ્રચલિત માન્ય સારવાર સાથે આયુધ એડવાન્સના ઉપયોગથી બીમારીના સફળ નિયમનમાં મદદ મળે છે.

કંપનીના દાવા પ્રમાણે અત્યાર સુધીમાં 50,000થી વધુ દર્દીઓની સારવાર માટે એનો ઉપયોગ કરાઈ ચૂક્યો છે. કોરોનાના દર્દીઓને પણ તેમને અન્ય બીમારીઓ હોવા છતાં આયુધ એડવાન્સ અત્યંત અસરકારક અને સલામત હોવાનું જણાયું છે. આ પ્રોડક્ટને રાજ્ય એફડીસીએ(આયુર્વેદ), ગુજરાત દ્વારા માન્યતા અપાઈ છે અને ઉત્પાદન તથા વેચાણ માટે લાઇસન્સ અપાયું છે. આ ઉપરાંત ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (THSTI)-ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, ભારત સરકાર દ્વારા આયુધ એડવાન્સ, રેમડેસિવિર કરતાં 3 ગણી વધુ અસરકારક હોવાનું જણાવાયું છે.

કંપનીના કહેવા મુજબ પ્રથમ અભ્યાસમાં કોરોનાના હળવા દર્દીઓ પરની એની અસર ચકાસવામાં આવી હતી. પ્રથમ ક્લિનિકલ અભ્યાસનાં સફળ પરિણામો બાદ કોવિડનાં મધ્યમ લક્ષણો અને મોર્બિડિટી અને કો-મોર્બિડિટી ધરાવતા દર્દીઓમાં અન્ય અભ્યાસ અને વ્યાપક પરીક્ષણો હાથ ધરાયાં હતાં. કો-મોર્બિડ દર્દીઓમાં કોરોના મહામારીને કારણે ગંભીર સમસ્યાઓ સર્જાવાનું જોખમ વધુ રહે છે. આ દર્દીઓને દિવસમાં ચાર વખત 15 એમએલનો આયુધ એડવાન્સનો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેઓ માત્ર ચાર દિવસની અંદર સ્વસ્થ થયા હતા.

કંપનીએ બે પ્રોડક્ટ બહાર પાડી છે. જેમાં કોવિડ દર્દીઓ માટે “આયુધ એડવાન્સ” એડવાન્સ સલામત અને આનુષંગિક સારવાર છે. જ્યારે દર્દીઓના પરિવારજનોને વાયરસનું સંક્રમણ ન લાગે એ માટે “આયુધ આયુધ મેઇન્ટેન” નામની દવા કામ લાગે છે. કંપનીના દાવા પ્રમાણે આયુધ મેઈન્ટેન એ એક રોગનિરોધક હેલ્થ સપ્લિમેન્ટ છે, જે શરીરને રોગાણુઓ સામે લડવામાં મદદ કરી એનો નિકાલ કરે છે. આયુધ મેઈન્ટેન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને રોગાણુઓને ઓળખવાની એની ક્ષમતા વધારે છે. અત્યારસુધીમાં આયુધ મેઈન્ટેનની મદદથી 2,20,000 ક્વોરન્ટીન પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા છે.

આયુધની એક બોટલ રૂ. 4500માં મળે છે, જોકે કંપની દ્વારા રૂ. 3600માં એક પર એક ફ્રી આપવામાં આવશે. દરેક આયુર્વેદિક અને મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ હશે. આયુધ નામની આ દવા ખરીદવા અને પૂછપરછ માટે વાચક મિત્રો ફોન નંબર- 9978804400 પર સંપર્ક કરી શકે છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page