Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightશ્રીલંકાના આ 21 વર્ષિય બેટ્સમેને 103 બોલમાં 104 રન ફટકાર્યા ને બની...

શ્રીલંકાના આ 21 વર્ષિય બેટ્સમેને 103 બોલમાં 104 રન ફટકાર્યા ને બની ગયો રેકોર્ડ

લંડનઃ વર્લ્ડકપની 39મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બેટિંગ કરતાં 6 વિકેટના નુકસાન પર 338 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે 21 વર્ષીય આવીષ્કા ફર્નાન્ડોએ 103 બોલમાં 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ સદી ફટકારતાની સાથે જ તેણે કોહલી, સચિન જેવા દિગ્ગજોને પાછળ રાખી દીધા છે.

આવીષ્કા વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે 21 વર્ષ 87 દિવસની ઉંમરે આ કારનામું કર્યું હતું. આ પહેલા આ રેકોર્ડ લાહિરૂ થિરિમાનેના નામે હતો. તેણે 25 વર્ષની ઉંમરે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી.

આ ઉપરાંત આવીષ્કા વર્લ્ડકપમાં સદી ફટકાનારો ત્રીજો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. વર્લ્ડકપમાં સૌથી યુવા વયે સદી ફટકારવાનો રેકોર્ડ આયર્લેન્ડના પોલ સ્ટિરલિંગના નામે છે. તેણે 20 વર્ષ 196 દિવસની વયે આ સિદ્ધી મેળવી હતી. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ છે. તેણે 21 વર્ષ 76 દિવસે આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું.

ભારતના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ 22 વર્ષ 106 દિવસ અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે 22 વર્ષ 300 દિવસની વયે આ ઉપલબ્ધિ મેળવી હતી. આ બંને અનુક્રમે ચોથા અને પાંચમા નંબરે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this exciting adventure of imagination and let your thoughts roam! ? Don’t just explore, experience the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page