Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightભારે રોમાંચ બાદ ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાનો 20 રને વિજય, મલિંગાએ 4 વિકેટ...

ભારે રોમાંચ બાદ ઈંગ્લેન્ડ સામે શ્રીલંકાનો 20 રને વિજય, મલિંગાએ 4 વિકેટ ઝડપી

વર્લ્ડકપ 2019માં શ્રીલંકાએ ઇંગ્લેન્ડને રોમાંચક મુકાબલામાં 20 રને હાર આપી હતી. 233 રનનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 47 ઓવરમાં 212 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે અણનમ 82 રન ફટકાર્યાં હતાં.

મેચ જોતાં એવું લાગતું હતું કે, ઇંગ્લેન્ડ આ મેચ સરળતાથી જીતી લેશે પરંતુ શ્રીલંકાના બોલર મલિંગાએ ચાર વિકેટ ઝડપી ટીમને જીત અપાવી હતી. મલિંગાએ જો રૂટ, વિન્સ, બેરિસ્ટો, બટલરને પોતાના શિકાર બનાવ્યા હતા.

ધનંજય ડી સિલ્વાએ એક જ ઓવરમાં ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને આઉટ કર્યાં હતા. બંને અનુક્રમે 2 અને 1 રને આઉટ થયા હતા. તે પહેલાં જોસ બટલર 10 રને લસિથ મલિંગાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. જો રૂટ 57 રને લસિથ મલિંગાની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર પરેરાના હાથે કેચ આઉટ થયો હતો.

શ્રીલંકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યાં છે. બેટ્સમેન લહિરુ થિરિમાને અને મિલિંદા શ્રીવર્ધનાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યાં છે. બંનેની જગ્યાએ અવિષ્કા ફર્નાન્ડો અને જીવન મેન્ડિસને ટીમમાં લેવામાં આવ્યાં છે. બીજી બાજુ ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ જ ફેરફાર થયા નથી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? ? into this cosmic journey of discovery and let your mind soar! ? Don’t just explore, immerse yourself in the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page