Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodઆ વર્ષે એક પણ ફિલ્મમાં કામ કર્યું ના હોવા છતાંય કિંગ ખાને...

આ વર્ષે એક પણ ફિલ્મમાં કામ કર્યું ના હોવા છતાંય કિંગ ખાને કેવી રીતે કરી 124 કરોડની કમાણી?

મુંબઈઃ બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરુખની આ વર્ષે એક પણ ફિલ્મ રીલિઝ થઈ નથી. તેમ છતાંય હાલમાં જ ફોર્બ્સ ઈન્ડિયાએ જાહેર કરેલી સેલિબ્રિટી 100ની યાદીમાં કિંગ ખાન છઠ્ઠા નંબર પર છે. ફિલ્મ રીલિઝ ના થવાય છતાંય તેણે કરોડો રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી કેવી રીતે કરી તે અંગે વિગતે જાણીએ.

ફોર્બ્સ ઈન્ડિયા પ્રમાણે, શાહરુખે વર્ષ 2019માં 123 કરોડની કમાણી કરી છે. તો વર્ષ 2018માં તેણે 56 કરોડની કમાણી કરી હતી. 2017માં કુલ કમાણી 170.5 કરોડ કરી હતી.

શાહરુખ માત્ર ફિલ્મમાંથી કમાણી કરતો નથી પરંતુ તે બિઝનેસમેન પણ છે. તે અલગ-અલગ પ્રોડક્ટનો બ્રાન્ડ એમ્બેસેડર છે. શાહરુખ પાસે હાલમાં 14 બ્રાન્ડ્સ છે, જેમાં આઈસીઆઈસીઆઈ, બિગ બાસ્કેટ, ટેગ હ્યૂઅર, બાયજૂસ, લક્સ, હુન્ડાઈ ડિઓ ડેન્વુર વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શાહરુખ પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે, જે રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ વેબ સીરિઝ ‘બાર્ડ ઓફ બ્લડ’ રીલિઝ થઈ હતી. શાહરુખ જાહેરાતો તથા વેબ સીરિઝમાંથી કમાણી કરી રહ્યો છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી ટોચ પર રહ્યો હતો, બીજા નંબરે અક્ષય કુમાર અને ત્રીજા નંબરે સલમાન ખાન હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page