રિઅલમાં આ પોલીસ અધિકારી છે કે હીરોઈન? સોશિયલ મીડિયામાં થઈ રહી છે ચર્ચા

International

અનેક એવા મહિલા અધિકારીઓ છે, જે સુંદરતાના મામલે કોઈ હિરોઈનથી ઓછા નથી. સાથે જ તેમના કામ કરવાની રીત પણ તેમની જેમ જ પ્રશંસાનું પાત્ર બને છે. તમે અનેક એવી મહિલાઓને જોઈ હશે, જે પોતાના બ્યૂટી વિથ બ્રેઈનના કારણે દેશ-દુનિયામાં ખૂબ ચર્ચિત અને જાણીતા થયા. આજનો સમાજ એવી મહિલાઓને પસંદ કરે છે, જે ખૂબસૂરત હોવાની સાથે સાથે શિક્ષિત અને બુદ્ધિશાળી હોય.

આ જ કડીમાં આજે અમે વાત કરવા જઈ રહ્યા છે પાકિસ્તાનની એક મહિલા પોલીસ અધિકારીની, જેના વિશે લોકોનું કહેવું છે કે, તે અભિનેત્રી કેટરિના કૈફ કરતા પણ વધારે ખૂબસૂરત છે. એટલે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

પાકિસ્તાનના લાહોરની એસપી ડૉક્ટર અનૂશ મસૂદ ચૌધરીની ખૂબસૂરતીના વખાણ કરનાર લોકોની કમી નથી. તેમની તસવીરો જોયા બાદ, એકવાર તો દરેક લોકો તેના વખાણ કરે જ છે. પોલીસ વિભાગમાં સામેલ થતા પહેલા તે વ્યવસાયે ડૉક્ટરે હતા.

મેડિસિનના ક્ષેત્રમાં ગોલ્ડ મેડલ મેળવી ચુક્યા છે. હાલ તે અપરાધ તપાસ શાખામાં તહેનાત છે. પહેલી વાર પોલીસ અધિકારી તરીકે તેને લાહોરમાં તહેનાત કરવામાં આવ્યા હતા. પરંતુ, બાદમાં તેની બદલી કરીને તેને એબટાબાદ મોકલવામાં આવ્યા.

અનૂર, પેશાવરની પહેલા મહિલા છે, જેણે વર્ષ 2011ની બેચમાં કૉમન બેચમાં 40માં રેંક સાથે પરીક્ષા પાસ કરી હતી. જણાવી દઈએ કે ઓક્ટોબર 2018માં તેમને લાહોર અને મૉડલ ટાઉનમાં એડિશનલ એસપીના પદ પર તહેનાત કરવામાં આવ્યા હતા.

ત્યાં તેમને બેસ્ટ ક્રાઈમ ફાઈટરનું સન્માન આપવામાં આવ્યું હતું. તેમના નેતૃત્વમાં વર્ષ 2018માં પોલીસ સ્ટેશને 74 ટકા ચાલાન સફળતાપૂર્વક ભર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *