Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalઅહીં હિંચકે ઝૂલતી એક નાની અમથી ઢીંગલીથી આખું શહેર થરથર ધ્રુજે છે

અહીં હિંચકે ઝૂલતી એક નાની અમથી ઢીંગલીથી આખું શહેર થરથર ધ્રુજે છે

ક્વીન્સલેન્ડઃ ઓસ્ટ્રેલિયાના ઉત્તર ક્વીન્સલેન્ડમાં આજકાલ લોકો ઢીંગલીથી ડરી ગયા છે. નદી કિનારાના ઝાડ પર આવેલા એક હિંચકા પર આ ઢીંગલી બેઠી છે. સૂત્રોના મતે, સ્થાનિક લોકો માને છે કે જે લોકો પણ તેની નજીકથી પસાર થાય છે, ત્યારે ઢીંગલી તેના માટે દુર્ભાગ્ય લઈને આવે છે.

લોકો માને છે કે જેણે પણ અત્યાર સુધી આ ઢીંગલી જોઈ છે, તે તમામનો અકસ્માત થયો છે. હિનચિનબ્રુકના સાંસદ નિક ડેમેટ્ટોએ કહ્યું હતું કે એવું લાગે છે કે અહીંયા રહેતી દરેક વ્યક્તિને ઢીંગલી અંગે ખબર છે. જોકે, કોઈ પણ આ અંગે વાત કરવા તૈયાર નથી. તેમણે જ્યારે આ અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો તો કોઈ પણ આ અંગે વાત કરવા તૈયાર નથી. આ ઢીંગલી ક્યાંથી આવી, કેવી રીતે આવી અને ક્યારે એક ઝાડ પર બાંધેલા હિંચકા પર બેસી ગઈ તે અંગે કોઈને ખબર નથી અને કોઈ આ વિશે વાત કરવા પણ તૈયાર નથી.

સાંસદના મતે અહીંયાના માછીમારોના મતે આ ઢીંગલી અંગે સ્થાનિક લોકોને ખબર છે, પરંતુ તેઓ ડરને કારણે વાત કરવા તૈયાર નથી. લોકોના મનમાં ડર છે. આથી જ તેઓ કોઈ અમંગળ ના બને તે માટે સાવચેતી રાખે છે.

નિકના મતે, તેમણે એવી લોકોની વાત સાંભળી, જે માછલી પકડતી વખતે ઢીંગલીની નિકટ આવ્યા હતા. ત્યારબાદ તેમણે આનું નુકસાન સહન કરવું પડ્યું હતું. નિકને લાગે છે કે આ લોકોના મનનો વહેમ અથવા તો પરિસ્થિતિને કારણે હોઈ શકે છે.

એક વેપારીએ કહ્યું હતું કે આ ઢીંગલીને એક પ્રેમી યુગલે બનાવી હતી. આ યુગલ શહેરને કંઈક રંગીન બનાવવા માગતા હતા. જોકે, યુગલ અંગે કોઈને કંઈ જ ખબર નથી.

આ ડાકણ ઢીંગલીના રહસ્ય અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે અને લોકો આ અંગે ઘણી જ સાવચેતી રાખે છે, કારણ કે લોકોને એવું લાગે છે કે આ ઢીંગલીને કારણે તેમના નસીબમાં દુર્ભાગ્ય ના આવી જાય. આથી જ આ રહસ્યમય ઢીંગલીને કારણે આખું શહેર ડરેલું છે. લોકોના મનમાં આ કોઈ પ્રેતાત્મા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page