પરિણીત યુવતીએ લગ્નના બીજા જ મહિને ભાગીને પ્રેમી સાથે ટ્રેનમાં કર્યાં લગ્ન

National

ભાગલપુરઃ બિહારના સુલ્તાનગંજ પ્રખંડના ભીરખુર્દના ઉધાડીહ ગામમાં રહેતા યુવક પર પ્રેમનો રંગ બરાબરનો રંગ ચઢ્યો હતો. તેનામાં સાચા કે ખોટાની સમજ નહોતી. પંચાયત સામે યુવકે પરિણીત યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવતીના લગ્ન હજી બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા અને તેણે હવે પ્રેમી આયુષકુમાર સાથે ટ્રેનના શૌચાલયની સામે લગ્ન કરીને જીવન-મરણના કોલ આપ્યા છે.

સૂત્રોના મતે, યુવતીના લગ્ન બે મહિના પૂર્વ કિરણપુર ગામના યુવક સાથે થયા હતા. પરિણીતી સાસરેથી ભાગીને પોતાના પ્રેમી આયુષ કુમારની સાથે ચાલતી ટ્રેનમાં લગ્ન કરી લીધા. આ લગ્નની તસવીર સો.મીડિયામાં વાઈરલ થઈ છે. આયુષકુમારે કહ્યું હતું કે તે ગામની યુવતી અનુકુમારી સાથે સંબંધો હતા. બંને લગ્ન કરવા માગતા હતા. જોકે, યુવતીના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો અને તેમણે યુવતીને ઘરમાં બંધ કરી દીધી હતી.

આ દરમિયાન યુવતીના પરિવારે એપ્રિલ મહિનામાં નજીકના ગામ કિરણપુરમાં રહેતા યુવક સાથે જબરજસ્તી લગ્ન કરાવી લીધા હતા. કહેવાય છે કે લગ્ન બાદ અનુએ પતિ સાથે રહેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જોકે, પછી તે સાસરે જતી રહી હતી. તેને જ્યારે તક મળી તો તે પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.

બંને સુલ્તાનગંજ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી બેંગલુરુની ટ્રેનમાં બેસી ગયા હતા. ટ્રેન સુલ્તાનગંજ સ્ટેશનથી જતાં જ યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું હતું. આથી યુવકે ટ્રેનના શૌચાલય નજીક જ યુવતીનો સેંથો પૂરીને લગ્નની વિધિ પૂરી કરી હતી.

પ્રેમી તથા પ્રેમિકાના આ અનોખો લગ્નની તસવીર સો.મીડિયામાં વાઈરલ થયા હતા. કોઈ આ લગ્નને પ્રેમની મિસાલ કહે છે તો કોઈક પરિણીત યુવતીએ પતિને વિશ્વાસઘાત આપ્યો હોવાનું કહે છે. યુવતીએ સાસરે વટસાવિત્રીની પૂજા હોવાનું કહીને ભાગી ગઈ હતી. તેણે પોતાના પ્રેમી માટે વ્રત રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *