ભારતીય છોકરાને જોતા જ વિદેશી યુવતીને થઈ ગયો પ્રેમ, આ રીતે બંનેએ કરી લીધા લગ્ન

National

આજકાલના યુવાનીયાઓ ક્યારે બ્રેકઅપ કરે છે ને ક્યારે પેચઅપ કરે છે, તે કોઈને ખબર પડતી નથી. જોકે, 2016નો એક કિસ્સો તે સમયે ઘણો જ વાઈરલ થયો હતો, જેમાં એક યુવતી ખાસ વિદેશથી ભારત લગ્ન માટે આવી હતી. આજે આપણે આ જ કિસ્સાની વાત કરીશું. આ કિસ્સો રાજસ્થાનનો છે.

ફેસબુક પર મિત્રતા થઈઃ બીકાનેરમાં રહેતા પૃથ્વીરાજ વર્માની મિત્રતા ફેસબુકના માધ્યમથી હોંગકોંગમાં રહેતી હેલી લી સાથે થી હતી. તેમની વચ્ચે છ વર્ષ સુધી પ્રેમ સંબંધો રહ્યાં હતાં. પૃથ્વીરાજ બીકાનેરના છત્તરગઢમાં રહે છે.

અહીંયા તેણે પોલિટેક્નિકમાંથી કોલેજ કર્યા બાદ મોબાઈલ રિપેરિંગનું કામ શરૂ કર્યું હતું. તેના પિતા મોહનલાલ બોબરિયાની ઈલેકટ્રોનિકની દુકાન છે. તો હોંગકોંગની હેલી લીએ ડિપ્લોમા ડિઝાઈન તથા બ્યૂટી કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. હેલી લીના પિતા મેક્યુ આર્મીમાં છે. તેને એક ભાઈ તથા એક બહેન છે.

2010માં ફેસબુકમાં મુલાકાત થઈઃ પૃથ્વી તથા હેલી લી વચ્ચે પહેલી વાર 2010માં વાતચીત થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પરિવાર, એકબીજાની પસંદની વાતો થવા લાગી હતી. પછી ધીમે ધીમે તેમની વચ્ચે પ્રેમ થયો હતો. વીડિયો કોલ અને ચેટિંગથી તેઓ દિવસમાં ઘણીવાર વાત કરતાં હતાં.

હેલી લીએ હોંગકોંગ બોલાવ્યોઃ હેલી લીએ પૃથ્વીને પોતાના દેશ હોંગકોંગ બોલાવ્યો હતો. અહીંયા પૃથ્વીરાજે હેલી લીના પેરેન્ટ્સ સમક્ષ લગ્ન કરવાની વાત કરી હતી. હેલી લીના પેરેન્ટ્સ તરત માની ગયા હતા. ત્યારબાદ હેલી લી પરિવાર સાથે ભારત આવી હતી. પૃથ્વીના પેરેન્ટ્સે પણ લગ્ન માટે તરત જ હા પાડી હતી.

હેલી લી તથા પૃથ્વીરાજે બીકાનેરમાં ભારતીય પરંપરા પ્રમાણે લગ્ન કર્યા હતા. હેલી લીએ લગ્ન બાદ કહ્યું હતું કે તે પૃથ્વીને લાઈફ પાર્ટનર તરીકે મેળવીને ઘણી જ ખુશ છે. તેને પૃથ્વીની ઈમાનદારી ઘણી જ ગમી ગઈ હતી. તો પૃથ્વીએ કહ્યું હતું કે તેને હેલી લીને સાદગી પસંદ આવી હતી. બંનેના લગ્નમાં આસપાસના ગામના લોકો પણ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *