ગ્લેશિયરમાંથી વહી રહી છે લોહીની નદીઓ, વૈજ્ઞાનિકોને કારણની ખબર પડી તો લાગ્યો મોટો ઝટકો!

International

નવી દિલ્હીઃ પૂરા સફેદ ગ્લેશિયરમાં અચાનક જ લાલ રંગના ડાઘા દેખાવા લાગે અથવા તો આખો ગ્લેશિયર લાલ થઈ જાય તો તમે શું કહેશો. શું ત્યાં લોહીની નદીઓ વહે છે. શું ત્યાં કોઈ નરસંહાર થયો હતો.. તો જવાબ છે ના. વૈજ્ઞાનિકોની ભાષામાં તેને ગ્લેશિયરનું ખૂન કહે છે. આ લાલ લોહી રંગ જોઈને વૈજ્ઞાનિક હેરાન છે, પરંતુ સફેદ બરફવાળા ગ્લેશિયરનો રંગ લાલ થવા પાછળ એક રહસ્યમય જીવ છે, જેને કારણે આખો ગ્લેશિય લાલ થઈ ગયો. હવે વૈજ્ઞાનિકોએ નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

ફ્રાંસના એલ્પ્સ પર્વતો પર જમા ગ્લેશિયરની તપાસ કરવા માટે વૈજ્ઞાનિકો અલ્પઅલ્ગા પ્રોજેક્ટની શરૂઆત કરી છે, જેમાં 3280થી લઈ 9842 ફૂટની ઊંચાઈ સુધી જમા ગ્લેશિયરમાંથી નીકળતા લોહની તપાસ થશે. અત્યાર સુધી જેટલા ગ્લેશિયરની તપાસ કરી છે, જેમાં જે કારણ સામે આવ્યું, તે ચોંકાવનારું છે. કારણ કે જે જીવને કારણે આમ થયું છે, તે સામાન્ય રીતે સાગર, નદી તથા સરોવરમાં રહે છએ, પરંતુ અચાનક પાણીની ઊંડાઈમાં રહેતો જીવ ગ્લેશિયર જેવી ઠંડી જગ્યા પર કેવી રીતે આવી ગયો.

અલ્પઅલ્ગા પ્રોજેક્ટના કોર્ડિનેટર એરિક મર્શાલ કહ્યું હતું કે આ પ્રકારની માઈક્રોએલ્ગી છે, જે ગ્લેશિયરમાં જીવે છે. હવે તેની સાથે પ્રોબ્લેમ એ થઈ રહ્યો છે કે પાણીમાં રહેતી એલ્ગી પર્વતના વાતાવરણને રિએક્ટ કરે છે તો લાલ રંગ છોડે છે. આ જ કારણે અનેક કિમી સુધી ગ્લેશિયર લાલ રંગનો દેખાય છે. કારણ કે માઈક્રોએલ્ગી પર્યાવરણ પરિવર્તન તથા પ્રદૂષણને સહન કરી શકતી નથી. તેનું શરીર એ રીતે રિએક્શન આપે છે, જેથી બરફ લાલ રંગનો થઈ જાય છે.

એરિક મર્શાલ ફ્રાંસના ગ્રેનોબલ સ્થિત લેબોરેટરી ઓફ સેલ્યુલર એન્ડ પ્લાન્ટ ફિઝિયોલોજીના ડિરેક્ટર પણ છે. એરિકે કહ્યું હતું કે લોકોને એ જ ખ્યાલ છે કે એલ્ગી સાગર, નદી અને સરોવરમાં મળે છે. જોકે, ઘણાં ઓછા લોકોને એ વાતની ખબર છે કે માઈક્રોએલ્ગી બરફ તથા હવાના કણો સાથે ઉડીને ગ્લેશિયર સુધી આવી જાય છે, કેટલીક તો વધુ ઊંચાઈવાળી જગ્યાએ પહોંચી જાય છે. જ્યારે તેમની ટીમ ફ્રેન્ચ એલ્પ્સના ગ્લેશિયર ગઈ તો ત્યાં ચારેબાજુ લાલ રંગ છવાયેલો હતો. આ માઈક્રોએલ્ગી બરફના નાના કણોની વચ્ચે પાણીમાં હતી.

સામાન્ય રીતે એલ્ગીની કોશિકાઓ એક ઈંચનો હજારમો ભાગ હોય છે, પરંતુ જ્યારે તેઓ એક સાથે ભેગા થાય તો આખી કોલોન બનાવી લે છે. અથવા તો સિંગલ સેલ તરીકે અલગ-અલગ જગ્યાએ છવાઈ જાય છે. આ ફોટોસિન્થેસિસના માધ્યમથી શુગર બનાવે છે. આ શુગરનો ઉપયોગ પૂરી ઈકોસિસ્ટમ કરે છે.

ફ્રેન્ચ એલ્પ્સ પર્વતો પરના ગ્લેશિયરને લાલ રંગન કરનાર એલ્ગી ટેક્નિકલી લીલા રંગની છે, પરંતુ ખાસ પ્રકારના ક્લોરોફિલ હોય છે, જે ફોટોસિન્થેસિસની પ્રક્રિયાને પૂરા કરે છે. આ એલ્ગીમાં ક્લોરોફિલની સાથે એક અન્ય રસાયણ મળે છે, જે કેરોટિનોયડ્સ હોય છે, જે નારંગી અથવા લાગ રંગના પિગમેન્ટથી બને છે. જેમ કે ગાજર, કેરોટિનોયડ્સ સામાન્ય રીતે એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે એલ્ગીને પ્રકાશથી બચાવે છે. આ સાથે જ ઊંચાઈ પર થતાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનથી સલામત રાખે છે.

એરિક મર્શલે એમ પણ કહ્યું હતું કે એલ્ગી બ્લૂમ હોય છે, એટલે કે તે ઝડપથી ફેલાય છે. આવું કેરોટિનોયડ્સને કારણે થાય છે. એવું લાગે કે આખા ગ્લેશિયર પર યુદ્ધ થયું છે અને ચારે બાજુ બસ લોહી છે. એરિકે 2019માં છેલ્લીવાર ગ્લેશિયર પર લાલ રંગ જોયો હતો.

એરિકે કહ્યું હતું કે વૈજ્ઞાનિકને એ ખ્યાલ આવી ગયો કે ગ્લેશિયર કેવી રીતે લાલા થાય છે, પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે વૈજ્ઞાનિકોને એ ખ્યાલ નથી કે એલ્ગીની બાયોલોજી શું છે. એ પણ ખબર નથી કે પર્વતોની ઈકોસિસ્ટમ પર આ ગ્લેશિયરમાં કેવી રીતે જીવિત રહે છે. આની ક્લાયમેન્ટ ચેન્જ પર શું અસર થશે, એ ખ્યાલ નથી. સામાન્ય રીતે સમુદ્રમાં એલ્ગી ન્યૂટ્રીએન્ટથી ભરેલા પ્રદુષણને કારણે ફેલાય છે, પરંતુ પર્વત પર તે વરસાદ તથા હવાને કારણે પહોંચ છે. આ ઉપરાંત વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડમાં વધારો થતાં તેની સંખ્યામાં વધારો થાય છે.

વર્ષ 2016માં નેચર મેગેઝિનમાં છપાયેલા એક અભ્યાસ પ્રમાણે, લાલ રંગનો બરફ પ્રકાશનું પરાવર્તન ઓછું કરે છે અને તેથી જ તે ઝડપથી પીગળવા લાગે છે. એટલે કે એલ્ગી ગ્લેશિયરનું જીવન ટૂંકી કરી નાખે છે, પરંતુ એ વાત હજી અસ્પષ્ટ છે કે સમુદ્રી એલ્ગીમાં વધારો, પર્યાવરણ પરિવર્તન તથા પ્રદૂષમને કારણે ગ્લેશિયર લાલ થવાની ઘટનામાં વધારો થયો છએ કે નહીં. ઈકો સિસ્ટમમાં પર આની વિપરિત અસર અન્ય જીવજંતુઓ પર પડે છે કે નહીં.

એરિકે કહ્યું હતું કે આ સમયે એટલું જ કહી શકાય કે એલ્ગી પર્યાવરણ પરિવર્તનની નિશાની હોઈ શકે છે, કારણ કે ગ્લેશિયર તથા પર્વતની આસપાસ રહેતા લોકો દર વર્ષે એ વાત કહે છે કે ગ્લેશિયરમાંથી ફરીથી લોહી વહેવવા લાગ્યું. એરિક તથા તેની ટીમે ગ્લેશિયરમાંથી મૃત એલ્ગી તથા તૂટેલી કોશિકાઓનો ડિએનએ મેળવ્યો હતો. અભ્યાસમાં એ વાત સામે આવી કે આ ગ્લેશિયર પર એલ્ગી ઘણાં વર્ષોથી છે, પહેલાં ઓછી સંખ્યામાં હતી, પરંતુ હવે માત્રા વધી ગઈ છે અને ક્ષેત્રફળ પણ વધી ગયું છે.

એરિકે કહ્યું હતું કે 6560 ફૂટની ઊંચાઈ પર એક ગ્લેશિયર પર એક એલ્ગી મળી હતી, જેને સાંગિના કહેવાય છે. આના કારણે આટલી ઊંચાઈ પર બરફ લાલ થઈ જાય છે, પરંતુ અલગ અલગ ઊંચાઈ પર અલગ અલગ પ્રજાતિની એલ્ગી જમા થઈ રહી છે, જે બરફને લાલ કરે છે. એરિકની ટીમ આવતા મહિને લાલ ગ્લેશિયરની શોધમાં એલ્પ્સ પર્વત પર જશે. સફેદ તથા લાલ બરફને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવશે. આ લાલ બરફ કેમ થાય છે, તેનો ડિટેલમાં અભ્યાસ કરવામાં આવશે.

અંતે એરિકે કહ્યું હતું કે દુનિયા મોટાભાગે ઉત્તર તથા દક્ષિણ ધ્રુવનો તથા આર્કટિકનો બરફ ઓગળે તેની જ ચિંતા કરે છે, કારણ કે આ બરફ ઓગળવાથી સમુદ્રનું જળસ્તર ઊંચે આવે છે. જોકે, આ ગ્લેશિયરની વાત બહુ ઓછી થાય છે. જો આ ગ્લેશિયર ઝડપથી ઓગળશે તો લોકોને પીવાના પાણીનો પ્રશ્ન થશે. જો આ ગ્લેશિયર ચેપગ્રસ્ત થશે તો તો માણસ માટે જોખમ ઊભું થશે અને આને રોકવું હાલ ઘણું જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *