રસ્તા પરથી 50 હજાર રૂપિયાનું બંડલ મળ્યું, મહિલાએ તરત જ પહોંચી ગઈ બેંક ને પછી..!

Ajab Gajab Feature Right

રાંચીઃ અત્યારે ખોટું કરનારા લોકોનું રાજ છે પણ દુનિયામાં પ્રામાણિકતા હજુય જોવા મળે છે. હાલમાં જ રાંચીની એક મહિલાની પ્રામાણિકતા જોવા મળી હતી. જેને લીધે કહી શકાય છે કે, પ્રામાણિકતા હજુ જીવે છે. આ કળિયુગમાં એક-એક રૂપિયા માટે લોકો બીજાને ફસાવે છે, ત્યાં આ મહિલાને 50 હજાર રૂપિયાનું બંડલ મળ્યું છતાંય તેનું મન લલચાયું નહીં. લોકો રોડ પરથી મળેલી 10 રૂપિયાની નોટ પોતાના ખિસ્સામાં રાખી લે છે. તે સમયમાં રોડ પર પડેલાં 50 હજાર રૂપિયા મળવા છતાં તેણે સહેજ પણ લાલચ કરી નહીં. તેણે જેના પૈસા ખોવાયા હતા, તેને શોધીને પરત આપી દીધા.

ઝારખંડના રાંચીના કાંકે વિસ્તારમાં રહેતી મહિલા રૂપા દેવી શુક્રવાર, 7 મેના રોજ સાંજે 5 વાગ્યે પોતાની દીકરી સાથે બજાર જતી હતી. તે એલબર્ટ એક્કા ચોક પહોંચી હતી. તે અને તેની દીકરી ફાસ્ટ ફૂડના કાઉન્ટર પર ચાઉમીન ખાઈ રહ્યા હતાં. ત્યારે રોડ પર પડેલાં 50 હજાર રૂપિયાના બંડલ પર તેની નજર ગઈ હતી. એકવાર રૂપિયા હાથમાં આવ્યાં પછી એવો વિચાર આવ્યો કે આ નકલી હશે. જોકે, આ બંડલ પર બેન્ક ઓફ ઇન્ડિયાનું નામ લખ્યું હતું. રૂપાએ તાત્કાલિક રૂપિયાનું બંડલ લઈ અલબર્ટ એક્કા સ્થિત બ્રાંચમાં જમા કરાવવાનો નિર્ણય કર્યો હતો.

મળી ગયાં માલિકને રૂપિયાઃ સ્થાનિક દુકાનદારોને પણ આ વિશે ખબર પડી હતી. થોડાં સમય પહેલાં જ સ્થાનિક દુકાનદારોએ હરમૂ નિવાસી શિવચંદ્રએ જણાવ્યું હતું કે, તેમને મકાન બનાવવા માટે કેટલાક રૂપિયા બેન્કમાંથી ઉપાડ્યા હતા. આ પછી શિવચંદ્ર સિંહને જાણ કરવામાં આવી. શિવચંદ્રસિંહે જણાવ્યું કે, બેન્ક ઓફ ઇન્ડિયામાંથી તેમણે 70 હજાર રૂપિયા ઉપાડ્યા હતાં. પચાસ હજાર અને વીસ હજારના બે બંડલ હતાં. આ પૈસા તેમણે પોકેટમાં રાખ્યા હતાં. દીકરા સાથે બાઇક પર ઘરે પહોંચ્યા ત્યારે ફિરાયાલાલ ચોકના એક દુકાનદારે તેમને ફોન પર પૂછ્યું કે, તમારા રૂપિયા પડી ગયા છે કે શું? ખિસ્સામાંથી રૂપિયાનું બંડલ પડી ગયાં પછી અલબર્ટ એક્કા આવ્યા હતા. મહિલાએ બધાની સામે તેમને રૂપિયા સોંપી દીધા હતાં.

શિવચંદ્રએ કહ્યું, ‘જીવનનો અવિસ્મરણીય અનુભવ’: જ્યારે ખોવાયેલાં રૂપિયા શિવચંદ્રસિંહને મળ્યા ત્યારે તેમના મોંઢામાંથી શબ્દ નીકળ્યો અવિસ્મરણીય. તે ભાવુક થઈ ગયાં. બાળકીને એક હજાર રૂપિયા મીઠાઈ ખાવા માટે આપ્યા. જે રૂપિયા મળ્યાં તે તેમણે ગણ્યા પણ નહીં. બાળકીએ પહેલાં તો રૂપિયા લેવાની ના પાડી, પણ તેની માતાએ કહ્યા પછી આશીર્વાદ તરીકે રૂપિયા લઈ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *