વિદેશી યુવતીએ USના એશોઆરામને એક ઝાટકે પડતા મૂક્યા ને પતિની પાછળ પાછળ આવી ભારતમાં

Ajab Gajab Feature Right

પટનાઃ કેટલીક પ્રેમ કહાની ખૂબ અનોખી હોય છે. વર્ષ 1992માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘વિશ્વાત્મા’નું ગીત ‘સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ’ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. પ્રેમ માટે વ્યક્તિ દરેક મુશ્કેલીઓ પાર કરી જાય છે. ધર્મ, દેશ, ભાષા અને સંસ્કૃતિ પ્રેમ કરનારાઓને અલગ કરી શકતી નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર બિહારના અભિષેક અને શિકાગોની જેસિકાના પ્રેમની અને લગ્નની કહાનીનો વીડિયો વાઇરલ થયો છે.

દેશી યુવક અને વિદેશી છોકરીની લવ સ્ટોરી: ઇન્સ્ટાગ્રામ પર દુલ્હનિયા ડોટ કોમે એક ખૂબ જ સુંદર પ્રેમ કહાનીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શિકાગોની જેસિકા અને બિહારના અભિષેક જોવા મળી રહ્યા છે. વર્ષ 2010માં બંનેને પ્રેમ થયો હતો. 6 મહિના સુધી એકબીજાને ડેટ કર્યાં બાદ પરિવારના લોકોની મંજૂરીથી બંનેએ લગ્ન કર્યાં હતાં.

જિંદગીમાં લાગ્યો ખાલીપો: લગ્નના 4 વર્ષ પછી એટલે કે, વર્ષ 2014માં બંનેના દીકરા વિરાજનો જન્મ થયો હતો. ત્રણેય પોતાની જિંદગીમાં ખૂબ જ ખુશ હતાં, પણ થોડોક ખાલીપો લાગી રહ્યો હતો. એટલે વર્ષ 2016માં બંને શિકાગોથી બિહાર આવી ગયાં હતાં. અહીં જેસિકાએ પોતાની દીકરી વિવિક્તાને જન્મ આપ્યો હતો. ચારેય પોતાના પરિવાર સાથે બિહારમાં જ રહેતાં હતાં.

લોકોને પસંદ આવી રહી છે પ્રેમ કહાની: ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી બંનેના આ વીડિયોને રીલ્સ પર 28 હજારથી વધુ વાર જોયો છે. તેમની લવ સ્ટોરીના આ વીડિયો પર લોકો રસપ્રદ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *