એક સમયે ઘરની સ્થિતિ હતી સાવ સામાન્ય આજે બુમરાહ કરોડોમાં આળોટે છે, દર વર્ષે મળે છે આટલો પગાર

Sports

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડમાં છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમે છે. બુમરાહ માટે આઈપીએલથી ટીમ ઈન્ડિયા સુધીની સફર સરળ નહોતી. જોકે, જસપ્રીતે પોતાની મહેનતથી આ સ્થાન મેળવ્યું છે. આજે તેની પાસે ભાગ્યે જ કોઈ વસ્તુની ઊણપ છે.

ભારતનો સ્ટાર બોલરઃ જસપ્રીત બુમરાહનો જન્મ 6 ડિસેમ્બર, 1993ના રોજ અમદાવાદમાં થયો હતો. જસપ્રીત બુમરાહે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. હવે બુમરાહ ભારતીય ટીમનો મહત્ત્વનો ખેલાડી છે.

બુમરાહની એન્યુ્લ સેલરીઃ જસપ્રીત બુમરાહની કુલ સંપત્તિ અંગે વાત કરીએ તો બીસીસીઆઈ દર વર્ષે તેને સાત કરોડ રૂપિયાની સેલરી આપે છે. તે રોહિત તથા વિરાટ પછી એકમાત્ર ક્રિકેટર છે, જે એ પ્લસ લિસ્ટમાં આવે છે. આ ઉપરાંત બીસીસીઆઈ દરેક ખેલાડીને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ, વનડે માટે 6 તથા ટી20 માટે 3 લાખ રૂપિયા આપે છે.

આઈપીએલમાંથી શું મળેઃ આ ઉપરાંત બુમરાહ આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર છે. તેને દર વર્ષે 12 કરોડ રૂપિયા મળે છે.

ઘર તથા કાર કલેક્શનઃ રિપોર્ટ પ્રમાણે, જસપ્રીત બુમરાહને કારનો ઘણો જ શોખ છે. જસપ્રીત પાસે રેન્જ રોવર કાર છે. તેના ઘરની કિંમત ચાર કરોડ રૂપિયા છે.

કેટલી સંપત્તિનો માલિકઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બુમરાહની નેટવર્થ 30 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *