‘અનુપમા’ની કાવ્યાએ નંદિની સાથે કર્યો સ્પા બાથ, તસવીરો જોઈને ડગમગી જશે મન

Bollywood

મુંબઈઃ મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા હાલમાં ટીવી સીરિયલ ‘અનુપમા’માં કાવ્યાનું પાત્ર ભજવી રહી છે. મદાલસાની આ પહેલી જ સીરિયલ છે અને તેણે પોતાનો આગવો ચાહક વર્ગ ઊભો કર્યો છે. મદાલસા પોતાની ફેશન સેન્સને કારણે જાણીતી છે.

હાલમાં સીરિયલના કલાકારો ગુજરાતના સિલવાસામાં શૂટિંગ કરી રહ્યાં છે. સિલવાસામાંથી મદાલસાએ સો.મીડિયામાં સ્પા પાર્લરની તસવીરો શૅર કરી હતી.

મદાલસા સ્પા પાર્લરમાં નદિની એટલે કે અનધા ભોસલે સાથે ગઈ હતી. બંને બાથરોબમાં જોવા મળ્યા હતા અને બંનેએ પોતાના માથામાં ગુલાબનું ફૂલ લગાવ્યું હતું. આ પહેલાં પણ બંનેનો ડાન્સ વીડિયો ચર્ચામાં આવ્યો હતો. બંનેએ ‘પિયા પિયા’ ગીત પર ડાન્સ કર્યો હતો.

મદાલસા જે રીતે સીરિયલમાં ગ્લેમરસ જોવા મળે છે, તે જ રીતે તે રિયલ લાઈફમાં પણ ગ્લેમરસ છે.

સો.મીડિયામાં તે એક્ટિવ છે અને ઘણી જ તસવીરો અને ફોટોઝ શૅર કરે છે. મદાલસા ટીવી એક્ટ્રેસ શીલા શર્મા તથા ડિરેક્ટર સુભાષ શર્માની દીકરી છે.

મદાલસાએ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘એન્જલ’માં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *