Sunday, April 14, 2024
Google search engine
HomeInternationalઆ મોડલે બીમારીને 10 વર્ષ સુધી રાખી છે છુપાવીને, નથી કોઈ સારવાર,...

આ મોડલે બીમારીને 10 વર્ષ સુધી રાખી છે છુપાવીને, નથી કોઈ સારવાર, આખું જીવન આમ જ રહેવું પડશે

બ્રાઝીલીયાઃ બ્રાઝીલના રોજર મોન્ટે નામનો મોડલ વિશ્વભરમાં લોકપ્રિય છે. તેણે ઈન્ટરનેશનલ બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જોકે, આજે તે જગ્યા છે, ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણો જ સંઘર્ષ કર્યો છે. રોજરને એક રોગ થયો છે. તેને સ્કિન ડિસિઝ છે. આ રોગને કારણે તે ઘણો જ દુઃખી રહેતો હતો. તેણે મોડલ બનવાનું સપનું પણ અધૂરું મૂકી દીધું હતું. જોકે, પરિવાર તથા મિત્રની મદદથી તેણે પોતાનું સપનું પૂરું કર્યું છે.

રોજરને આખા શરીર કોઢ નીકળ્યા છે. તે કોઢને છૂપાવવા માટે મેકઅપ કરતો હતો. રોજરના મતે, તેણે મેકઅપની સાથે અંદાજે 10 વર્ષ સુધી મોડલિંગ કર્યું હતું. હવે તે 37 વર્ષનો છે. રોજર જ્યારે 23 વર્ષનો હતો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેને વિટિલિગો (કોઢ)ની બીમારી છે. તેના આખા શરીર પર સફેદ રંગના નિશાન પડી ગયા હતા.

આ રોગને કારણે રોજર મનથી ભાંગી પડ્યો હતો. તે લોકોથી દૂર થઈ ગયો અને તેણે મિત્રોને મળવાનું બંધ કરી દીધું હતું. આ સમય રોજર માટે સૌથી મુશ્કેલ હતો. લોકો પણ તેની નિકટ આવતા નહોતા અને તેનાથી દૂર રહેતા હતા.

મોડલિંગ કરતાં સમયે રોજરે મેકઅપ લગાવવાની શરૂ કરી હતી. મેકઅપને કારણે રોજરને આવી કોઈ બીમારી છે, તે કોઈને ખ્યાલ આવ્યો નહોતો. આ રીતે રોજરે 10 વર્ષ સુધી મોડલિંગ કર્યું હતું. જોકે હવે તે મેક-અપ વગર જ મોડેલિંગ કરે છે. અને તેને હવે તેની કોઈ શરમ કે સંકોચ પણ નથી.

2016માં જ્યારે તે જીમમાં પોતાના કેટલાંક મિત્રોને મળ્યો ત્યારે તેમણે રોજરને પોતાના અસલી ચહેરા સાથે મોડલિંગ કરવાનું કહ્યું હતું. મિત્રોની સલાહ માનીને રોજરે મેકઅપ કર્યા વગર પોતાના મૂળ રૂપે મોડલિંગ કરવાનું નક્કી કર્યું હતું. પોતાની અસલી ઓળખથી રોજર ઘણો જ ખુશ છે. આજે તે વિશ્વભરના કરોડો લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page