અબજોમાં આળોટતા મુકેશ અંબાણીની આ એક આદત પર નીતા અંબાણીને આવે છે એવો ગુસ્સો કે…

Business

દેશના મોટા બિઝનેસમેનમાંથી એક મુકેશ અંબાણી અવારનવાર ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીને કારણે જિયોના માધ્યમથી દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ આવી છે. મુકેશ અંબાણીની સાથે સાથે તેમના પત્ની નીતા અંબાણી પણ લોકપ્રિય છે. બંનેના લગ્ન 1985માં થયા હતા. આ લગ્નથી તેમને ત્રણ સંતાનો ઈશા-આકાશ તથા અનંત છે. ધીરુભાઈ તથા કોકિલાબેને નીતાને પસંદ કર્યા હતા. બંને એક કાર્યક્રમમાં હતા અને સ્ટેજ પર નીતા દલાલે કથ્થક કર્યું હતું. પહેલી જ નજરમાં ધીરુભાઈ તથા કોકિલાબેનને પસંદ આવી ગઈ હતી.

પોતાના લગ્નથી ખુશ છેઃ હાલમાં નીતા અંબાણી તથા મુકેશ અંબાણી સુખી લગ્નજીવન માણી રહ્યાં છે. તેમની વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળે છે. નીતા અંબાણી ઘણીવાર પોતાના ઈન્ટરવ્યૂમાં પતિના વખાણ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તક મળશે તો તેઓ મુકેશ અંબાણીની આ એક વાત બદલી નાખશે.

પતિના વખાણમાં કહી હતી આ વાતઃ આ ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ શરૂ શરૂમાં તો પતિ મુકેશ અંબાણીની સારી વાતો કરી હતી. જેમ કે મુકેશ એકદમ સરળ વ્યક્તિ છે. તેમનો સ્વભાવ સાલસ છે. તેમની અંદર દૂરદર્શિતા રહેલી છે. તે માત્ર રિલાયન્સનું નહીં, પરંતુ આખા દેશનું વિચારે છે. તેમનું વિઝન હંમેશાં બ્રોડ હોય છે.

આ એક આદત બદલવી છે
આ ઈન્ટરવ્યૂમાં જ્યારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે જો તમારે મુકેશ અંબાણીની કોઈ એક આદત બદલવી હોય તો કઈ બદલશો. તો તરત જ નીતા અંબાણીએ કહ્યું હતું કે મુકેશની ભોજની પ્રત્યેની જે દિવાનગી છે તે. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મુકેશની અંદર જે વ્યંજનો પ્રત્યે પ્રેમ છે, તે બદલવા માગીશ .

ઈડલી સાંભર-પાનકી ચટણી ફેવરિટઃ મુકેશ અંબાણીને ઈડલી સાંભર ઘણાં જ પ્રિય છે. મુંબઈના કૈફે મૈસૂરની ઈડલી સાંભર ખાવી પસંદ છે. તે કોલેજના દિવસથી અહીંયા ખાવા આવે છે. આ ઉપરાંત તેમને સ્વાતી રેસ્ટોરાંની પાનકી ચટણી પસંદ છે. તે અવારનવાર ઘરે આ મગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *