ધોની સાથે શૂટ કરી જાહેરાત, જાણો છે આ નાનકડી છોકરી, વિરાટ કોહલીની ટીમ રાખે છે ધ્યાન

Feature Right Sports

જોધપુરઃ રાજસ્થાનના જોધપુરની એથ્લિટ પૂજા વિશ્નોઈએ હાલમાં ટીવી પર ધૂમ મચાવી છે. 10 વર્ષની પૂજાએ અત્યાર સુધી અનેક જાણીતી કંપનીઓ સાથે જાહેરાત કરી છે. પૂજાએ માત્ર 7 વર્ષની ઉંમરમાં સિક્સ પેક એબ્સ બનાવીને પોતાની અલગ ઓળખ બનાવી છે. જોધપુરથી વિરાટ કોહલી ફાઉન્ડેશનની એક માત્ર સભ્ય છે. હાલમાં જ પૂજાએ મહેન્દ્ર સિંહ ધોની સાથે જાહેરાત શૂટ કરી હતી.

જોધપુરની ગુડા વિશ્નોઈની પૂજા પાંચ વર્ષની ઉંમરથી સ્પોર્ટ્સ સાથે જોડાઈ હતી. તેના મામા શ્રવણ વિશ્નોઈ એથ્લિટ હતા. તેમણે પૂજાને મોટિવેટ કરી હતી અને એથ્લિટ તરીકે તૈયાર કરી હતી. પૂજાને ક્રિકેટ રમવું પસંદ હતું. તે ફાસ્ટ બોલર છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી ફાઉન્ડેશન પૂજાની રમત તથા ડાયટ પ્લાન પર ધ્યાન રાખે છે. પૂજાનું ડાયટ પણ કેફે ન્યૂટ્રિશન નક્કી કરે છે. દર ત્રણ મહિને બ્લડ ટેસ્ટ થાય છે અને એ પ્રમાણે ડાયટ આપવામાં આવે છે. વિરાટ કોહલી ફાઉન્ડેશનના 16 બાળકોમાં પૂજા સૌથી નાની છે.

આ છે ડાયટઃ પ્રેક્ટિસ પહેલાં એક કેળું, લીબું પાણી, 15-20 ખજૂર તથા બે અંજીર થાય છે. પ્રેક્ટિસ કર્યા બાદ બાજરીનો રોટલો, એક વાટકી શાક, મગ-ચણા, 10-12 બદામ તથા 5-6 પિસ્તા, 2 અખરોટ તથા એક ગ્લાસ દૂધ પીએ છે. પૂજાએ છેલ્લાં સાત વર્ષથી આઇસક્રીમ ખાધો નથી.

સવારે 3 વાગે ઊઠીને વર્કઆઉટ કરે છેઃ પૂજાએ કહ્યું હતું કે તે રોજ સવારે ત્રણ વાગે ઉઠે છે. મામા શ્રવણ સાથે વર્કઆઉટ કરે છે. રાજમાતા સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતી પૂજાનું રૂટિન વર્કઆઉટ તથા પ્રેક્ટિસમાં જાય છે. સવારે 3થી 7 વાગ્યા સુધી રનિંગ, વર્કઆઉટ તથા ઓનલાઇન ક્લાસ એટેન્ડ કરે છે. સ્કૂલમાં હોમવર્ક બાદ સાંજે ચારથી આઠ વાગ્યા સુધી વર્કઆઉટ કરે છે.

2024માં યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનુંઃ પૂજાનું સપનું છે કે 2024માં યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવો છે. તેણે 2019માં ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનરમાં 100 મીટર રેસમાં અવોર્ડ જીત્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *