Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratલગાવો શરત..જોઈ છે ક્યાંય આવી એકદમ ક્યૂટ ગાય, ઘરમાં આ રીતે મચાવે...

લગાવો શરત..જોઈ છે ક્યાંય આવી એકદમ ક્યૂટ ગાય, ઘરમાં આ રીતે મચાવે છે ધમાલ

અમદાવાદઃ જ્યારે પણ ઘરમાં કોઈ પાલતુ જાનવરની વાત આવે તો મોટાભાગના લોકો કૂતરા-બિલાડા પાળતા હોય છે. જોકે, ગાય ઘણાં જ ઓછા લોકો પાળે છે. એનું એક કારણ એ પણ છે કે ગાય મોટું પ્રાણી છે. શહેરમાં ફ્લેટમાં રહેતા લોકો પાસે એટલી જગ્યા પણ ના હોય કે ગાયને પાળી શકે. જરા વિચારો કે જો ગાય પર નાની અમથી હોય તો અનેક લોકો તેને ઘરમાં પાળે, ખરૂ ને?

છેલ્લાં ઘણાં સમયથી સો.મીડિયામા એક નાનકડી ગાયનો વીડિયો વાઈરલ થઈ ગયો છે. આ ગાય અન્ય પ્રજાતિની ગાયથી તદ્દન અલગ છે. આ ગાય પુંગનુરુ (Punganuru) પ્રજાતિની છે. આ પ્રજાતિની ગાયની હાઈટ 3-4 ફૂટથી વધુ હોતી નથી. આ ગાય રોજ પાંચ લીટર હાઈ ફેટ દૂધ પણ આપે છે. સામાન્ય રીતે ગાયના દૂધમાં 3-3.5 જેટલું ફેટ જોવા મળે છે. જોકે, આ ગાયના દૂધમાં 8 જેટલું ફેટ હોય છે. જોવામાં આ ગાય ઘણી જ ક્યૂટ હોય છે, તેમાંય ખાસ કરીને તેના વાછરડાં ઘણાં જ મસ્ત લાગતા હોય છે.

સો.મીડિયામાં હાલમાં પુંગનુરુ ગાયનું વાછરડું ધમાલ મચાવી રહ્યું છે. તે ઘરમાં પોતાના માલિક સાથે આમતેમ રમતું જોવા મળ્યું છે. ગાયના ગળામાં ઘંટડી પણ લગાવેલી છે. આ ગાયનું વજન 110-200 કિલોગ્રામ સુધી હોય છે. જોકે, દુઃખની વાત એ છે કે આ ગાયની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે.

સો.મીડિયામા રાજીવ કૃષ્ણા નામના યુઝરે પુંગનુરુ ગાયનો વીડિયો શૅર કર્યો હતો. સામાન્ય રીતે આ પ્રજાતિ આંધ્ર પ્રદેશના ચિતૂર જિલ્લામાં થાય છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page